માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત
SHARE






માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત
માળીયા મીયાણા તાલુકાના દેરાળા ગામે રહેતા મૂળ એમપીના પરિવારની પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને અહિયાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે એમપી સુધી લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે પરણીતાનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના દેરાળા ગામે ભરતભાઈ શેરસીયાના મકાનમાં કોઈ કારણસર મૂળ એમપીના રહેવાસી અને હાલ દેરાળા ખાતે રહેતા સંજયભાઈ બારીયાના પત્ની નરસાબેન (18)એ ગત તા. 2/2 ના રોજ ઝેરી દવા પી લીધી હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને એમપીમાં આવેલ ચંદ્રશેખર આઝાદનગરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે પરિણીતાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્નગાળો ચાર માસનો હતો અને સંયુક્ત કુટુંબમાં રહેતા હતા જો કે મૃતક મહિલાએ ક્યાં કારણોસર આ અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ માળિયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા કરવામાં આવી રહી છે


