મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ સગીરને પ્રેમજાળમાં ફસાવીને શરીર સબંધ બાંધી ગર્ભિત ધમકી આપનાર પરણિત વિધર્મી શખ્સની ધરપકડ


SHARE













મોરબીમાં હિન્દુ સગીરને પ્રેમજાળમાં ફસાવીને શરીર સબંધ બાંધી ગર્ભિત ધમકી આપનાર પરણિત વિધર્મી શખ્સની ધરપકડ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી સાથે વિધર્મી  શખ્સ દ્વારા પોતે પરિણીત હોવા છતાં પણ અપરણિત હોવાનું કહીને પ્રેમસંબંધ બાંધવામાં આવેલ અને તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો અને આ વાતની જાણ કોઈને કરશે તો તેના ભાઈ અને પિતાના જીવનું જોખમ થઈ જશે તેવી ગર્ભિત ધમકી પણ આપવામાં હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ વીસીપરામાં રહેતા શખ્સની ધરપકડ કરીને આગળની તજવીજ શરૂ કરેલ છે.

મોરબી પંચાસર રોડ ઉપર આવેલ સોસાયટીની અંદર રહેતા પરિવારની સગીર વયની દીકરી સાથે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર સરકારીવાડી પાસે આવેલ કુલીનગર-૧ માં રહેતા અલ્તાફ યાસીન મોવર જાતે મીંયાણા (ઉમર ૨૪) નામના શખ્સે પોતે અપરણિત હોવાનું કહીને પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ તે સગીરાની સાથે તેણે જુદીજુદી જગ્યાઓએ શરીર સંબંધ બાંધ્યો હતો અને બાદમાં સગીરાને યુવાન પરિણીત હોવાની જાણ થઈ હતી અને બાદમાં સગીરા કોઈને જાણ કરશે તો તેના ભાઈ અને પિતાના જીવનું જોખમ થઈ જશે તેવી ગર્ભિત ધમકી પણ આરોપી દ્વારા સગીરાને આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ સગીરાની માતાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ કુલીનગરમાં રહેતા અલ્તાફ યાસીન મોવર નામના શખ્સ સામે અપહરણ-પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને પીઆઇ આલ દ્રારા અલ્તાફ મોવરની ગણતરીના કલાકોમાં ઉપરોકત ગુનામાં ધરપકડ કરેલ હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

મજુર સારવારમાં

મોરબીના જેતપપ રોડ ઉપર પાવડીયારી પાસે આવેલા રોટોન સીરામીક નામના કારખાનામાં કામ દરમ્યાન વિષ્ણુભાઈ વર્મા નામના ૩૩ વર્ષીય મજુર યુવાનનો હાથ મશીનમાં આવી જતાં જમણો હાથ કપાઈ ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે અહીંની મધુરમ હોસ્પિટલે ખસેડાતા તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે ક્રોઈન ટાઇલ્સ નામના યુનિટમાં હાઇડ્રો પલ્ટી મારી જવાથી શરીરે ગંભીર ઇજાઓ થતા ઉદયસિંગ વસુનિયા (૨૦) રહે.વજેપર વિસ્તાર મોરબીમાં રહેતા યુવાનને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.






Latest News