પ્રેરણાદાયી : મોરબીમાં લગ્નની વર્ષગાંઠ તેમજ જન્મદિવસ નિમિતે મેડીકલ કેમ્પનું આયોજન
માળિયા (મી)માં પ્રાથમિક સુવિધા સહિતના પ્રશ્નો ન ઉકેલાતા સામાજિક કાર્યકર દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ
SHARE







માળિયા (મી)માં પ્રાથમિક સુવિધા સહિતના પ્રશ્નો ન ઉકેલાતા સામાજિક કાર્યકર દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ
માળિયા (મી) શહેરના પડતર પ્રશ્નોને ઉકેવામાં આવી રહ્યા નથી જેથી કરીને સામાજિક કાર્યકર દ્વારા પહેલા રેલી યોજવામાં આવી હતી અને ત્યાર બાદ મામલતદાર કચેરી પાસે આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવેલ છે.
માળીયા (મી)માં રહેતા સામાજિક કાર્યકર જુલ્ફીકારભાઈ સંધવાણી તા 24/2 થી માળીયા મામલતદાર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે ત્યારે તેની સાથે સમાજના ઘણા લોકો રેલીમાં જોડાયા હતા અને ઉપવાસી છાવણીમાં પણ બેઠા હતા જો કે, કોઈ અધિકારી છાવણીની મુલાકાતે આવેલ ન હતા જેથી તેઓને કહ્યું હતું કે એક બાજુ લોકો માળીયામાં હેરાન છે અને બીજું બાજુ કોઈ પગલાં તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા નથી વધુમાં ત્યાં આવેલા આગેવાનોએ કહ્યું હતું કે, માળિયા શહેરમાં ભૂકંપ સમયે મોટા પ્રમાણમા નુકશાન થયું હતું અને તે વાતને 24 વર્ષ થઈ ગયા છે તો પણ આજની તારીખે માળીયામાં બસ સ્ટેશન બન્યું નથી. માળિયા ખાતે મોટું જંક્શન હોવા છતાં ટ્રેનો ઉભી રાખવામા આવતી નથી તે સહિતના અનેક પ્રશ્નો છે તેનું નિરાકરણ નહીં આવે તો આંદોલન ચાલુ જ રાખવામા આવશે.
ખાસ કરીને માળિયામાં આજની તારીખે પાયાની સુવિધાઓ મળતી નથી અને બસ સ્ટેશન નથી, ધો. 10 બોર્ડનું પરીક્ષા કેન્દ્ર નથી, રેફરલ હોસ્પિટલના સ્ટાફના ક્વાર્ટર જર્જરીત છે, મામલતદાર કચેરીનું નવ નિર્માણ કરવું, રેલવે જંક્શને તમામ ટ્રેનોને સ્ટોપ આપવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવેલ છે. અત્રે ઉલેખનીય છે કે, અગાઉ વર્ષ 2022માં પણ જુલ્ફીકાર સંધવાણીએ શહેરમાં સુવિધાઓ માટે ઉપવાસ આંદોલન કર્યું હતું ત્યારે તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ એક પણ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. જેથી હાલમાં આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.
