ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેતીના પાકને થયેલ નુકશાનીનો સર્વે કરવા બ્રિજેશ મેરજાનો આદેશ


SHARE







મોરબી જીલ્લામાં ખેતીના પાકને થયેલ નુકશાનીનો સર્વે કરવા બ્રિજેશ મેરજાનો આદેશ

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લા દિવસ દરમિયાન કમોસમી વરસાદ પડયો છે જેથી કરીને ખેડૂતોને ખેતીના પાકમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી દ્વારા જીલ્લાના ખેતીવાડી અધિકારી અને તાત્કાલીક સર્વે કરવા માટે થઈને આદેશ કરવામાં આવ્યો છે અને ખેડૂતોને સરકાર તરફથી વળતર મળે તે માટે યોગ્ય કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે

રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી અને મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડયો છે ત્યારે ખેડૂતના ખેતરમાં કપાસ મગફળી એરંડા સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને હાલમાં જ્યારે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા મોરબી જીલ્લામાં છે ત્યારે ખેડૂતોના પાકને નુકશાન થયું હોવા અંગેનું તેના ધ્યાન પર આવ્યું છે જેથી કરીને તેઓએ મોરબી જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના જવાબદાર અધિકારીને તાત્કાલીક સર્વે કરવા માટે આદેશ કર્યો છે અને ખેડૂતોને સરકાર તરફથી યોગ્ય વળતર મળે તે માટે પણ યોગ્ય કરવા માટે ખેતીવાડી વિભાગના અધિકારીએ જણાવ્યું છે






Latest News