મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

માળીયા(મી) તાલુકામાં ૨૭ કરોડના રોડ રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરતા મંત્રી બ્રિજેશભાઈ મેરજા 


SHARE











માળીયા(મી) તાલુકામાં ૨૭ કરોડના રોડ રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરતા મંત્રી બ્રિજેશભાઈ મેરજા 

માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મોરબી જિલ્લાના અંદાજે ૨૭ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ૭૬ કિલોમીટરના વિવિધ રોડ-રસ્તા, રી-સર્ફેસીંગ તેમજ કાચા રસ્તા માંથી પાકા રસ્તા બનાવવાના વિવિધ કામોનું ખાતમૂહુર્ત શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું.

 ખાતમૂહુર્ત પ્રસંગે વિવિધ સ્થાનો પર આયોજિત સમારંભમાં શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ-રસ્તાઓ ૭૬ કિલો મીટરની લંબાઈના ૨૭ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે તેનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. હાલમાં ૧૯ સ્થળો પર ખાતમૂહુર્ત કરવામાં આવ્યા છે માળીયા તાલુકાની પ્રજાની લાંબાગાળાની માંગણીઓ પૂરી કરી છે. જેથી અહીંના પ્રજાજનોમાં આનંદની લાગણી છે આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે માળીયા તાલુકાના ગામડાઓમાં સિંચાઇનું પાણી આપવા માટે વચન આપ્યું હતું જે વચનો પૂર્ણ કર્યા હતા સાથે જ માળિયાની પ્રજાના પ્રશ્નો અંગે સતત સરકાર સમક્ષ રજૂ કરી નવા નવા કામો મંજૂર કરવામાં આવી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે મંત્રી દ્વારા માળીયા પીપળીયા હજનાળી સ્ટેટ હાઇવે, કુંતાસીથી હજનાળી તથા કુંતાસીથી મોટી દહીંસરા, સ્ટેટ હાઇવેથી બોડકી, મોટી દહીસરા થી નાનાભેલા, મોટી દહીંસરાથી કૃષ્ણનગર રસ્તા પર સ્લેબ ડ્રેઇનનું કામ, વવાણીયાથી ચમનપર-નાનાભેલા, વવાણીયાથી વર્ષામેડી, મોટા ભેલાથી જશાપર, સરદારનગર (સરવડ) થી પીપળીયા-મહેન્દ્રગઢ-સરવડ, મોટી બરારથી નાની બરાર, નાની બરાર થી જાજાસર, હળવદ સ્ટેટ હાઇવે થી પંચવટી ખીરઇ, સ્ટેટ હાઇવે થી વિરવદરકા, ખાખરેચી થી વેણાસર, જૂના ઘાંટીલા થી ટીકર તથા મંદરકી એપ્રોચ રોડનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

આ અવસરે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, અગ્રણીઓ જિગ્નેશભાઇ કૈલા, મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, જિલ્લા પંચાયત આરોગ્યા સમિતિના ચેરમેન  હીરાભાઈ ટમારિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા અને બાબુભાઈ હુંબલ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, માળીયા તાલુકા ભાજપના પ્રભારી સુભાષભાઈ પડસુબીયા, હર્ષભઈ કડીવાર, જયદીપ સંઘાણી, મનીષાભાઈ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ કાર્યપાલક ઇજનેર ચૌધરી, ગામના સરપંચઓ, સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News