મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

હળવદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની કાલે વિસ્તૃત કારોબારી બેઠક-જન જાગૃત અભિયાન


SHARE











હળવદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની કાલે વિસ્તૃત કારોબારી બેઠક-જન જાગૃત અભિયાન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સુચના અનુસાર કોંગ્રેસ સદસ્ય અભિયાન અને જન જાગૃત રેલી તથા હળવદ શહેર અને હળવદ તાલુકાની વિસ્તૃત કારોબારીની બેઠકનું આવતીકાલ તા.૨૧-૧૧ ના રોજ રાખવામાં આવેલ છે.જેમાં મોરબી જીલ્લાની પ્રભારી કરણદેવસિંહ જાડેજા તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે.પટેલ હાજર રહેવાના હોય બેઠકમાં ઉપસ્થિત રહેવા જીલ્લા પંચાયત-તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટણી લડેલા દરેક સભ્યો તથા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોને હાજર રહેવા જણાવાયેલ છે. મિટીંગ તા.૨૧-૧૧ ના બપોરે ૧૨:૩૦ વાગ્યે શ્રી ઔદિચ્ય બ્રહ્મ સમાજની ભોજનશાળા હળવદ ખાતે યોજાશે તેમ હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડો.કે.એમ.રાણા તેમજ હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ જે.દવેએ યાદીમાં જણાવેલ છે.

"આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર

વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક ડૉ જગદીશચંદ્ર બોઝ રેડિયો વિજ્ઞાનનાં પિતામહ રેડિયો તથા સૂક્ષ્મ તરંગો ઉપરાંત વનસ્પતિ શાસ્ત્રિ વનસ્પતિમાં પણ જીવન છે તેમ સાબિત કરનારની જન્મ જયંતી તથા પુણ્યતિથિની યાદમાં ધર બેઠાં પ્રથમ સત્રના કોઈપણ એક પ્રયોગ દોરી સમજાવતો વિડીયો બનાવીને મોકલવાની પ્રતીયોગીતાનું આયોજન કરાયેલ છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર દ્વારા માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક ડૉ.જગદીશચંદ્ર બોઝ કે જેઓ રેડિયો વિજ્ઞાનનાં પિતામહ રેડીયો તથા સૂક્ષ્મ તરંગો ઉપરાંત વનસ્પતિમાં પણ જીવન  છે તેમ સાબિત કર્યું તે મહાન વૈજ્ઞાનિક ડૉ.જગદીશચંદ્ર બોઝનાં જન્મ તા.૩૦ મી નવેમ્બર અને પુણ્યતિથિ તા.૨૩ નવેમ્બર નાં અનુસંધાને કેટેગરી મુજબ  સ્પર્ધકોએ પ્રથમ સત્રનાં  અભ્યાસક્રમમાંથી સ્પર્ધકને આવડતો કોઈપણ એક વૈજ્ઞાનિક પ્રયોગ  2 × 1.5  ફુટની ડ્રોઈંગ સીટમાં દોરીને તે પ્રયોગ સમજાવતો વિડીયો બનાવીને સ્પર્ધામાં ભાગ લઈ શકશો.દરેક ધોરણ 1 થી 10 મુજબ સ્પર્ધકોને  પ્રથમ  દ્વિતિયને સિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે. 

કેટેગરી-૧ (ધો.૧ થી ૫) મારી આસપાસ પર્યાવરણ પ્રથમ સત્રનો કોઈપણ એક પ્રયોગ, કેટેગરી-૨(ધો.૬ થી ૧૦) વિજ્ઞાન પ્રથમસત્રનો કોઈપણ એક પ્રયોગ, કેટેગરી-૩ (ધો.૧૧-૧૨) વિજ્ઞાન વિષયનો કોઈપણ એક પ્રયોગ સિધ્ધાંતો, કેટેગરી-૪ (કૉલેજનાં વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો અને વાલીઓ) વિજ્ઞાન વિષયમાં કોઈપણ એક પ્રયોગ સિધ્ધાંત સમજાવતો વિડીયો બનાવી મોકલી આપવાનો રહેશે.સ્પર્ધાની છેલ્લી તા.૨૩-૧૧ રાત્રીના નવ વાગ્યા સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ  (મો.97279 86386) પૈકી કોઇપણ એક વૉટ્સેપ નંબર ઉપર મોકલી આપવાનો રહેશે.સ્પર્ધકે પ્રથમ સત્રમાં શીખેલુ તાજુ (રિવીઝન) થાય તે અન્ય સ્પર્ધકોને શિખવા મળે એ જ  મુખ્ય હેતુ છે.આ સ્પર્ધાનાં પ્રયોગોનો વિડીયો "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી "યુટ્યુબ" ઉપરથી જોઈ શકાશે.






Latest News