મોરબીના ચાચાપર ગામે ભૂલથી ઝેરી દવા વાળું પાણી પી ગયેલ યુવાનનું સારવારમાં મોત
માળીયા (મી)ના ખીરઇ ગામે પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગર સામે હથિયાર-દારૂના વધુ ચાર ગુના નોંધાયા: 2.17 લાખથી વધુનો મુદામાલ કબજે
SHARE






માળીયા (મી)ના ખીરઇ ગામે પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગર સામે હથિયાર-દારૂના વધુ ચાર ગુના નોંધાયા: 2.17 લાખથી વધુનો મુદામાલ કબજે
માળીયા મીયાણા તાલુકાના ખીરઇ ગામે પોલીસ રેડ કરવા માટે ગઈ હતી ત્યારે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જે બનાવ બાદ આરોપીના ઘરની જડતી લેવામાં આવી હતી ત્યારે ઘર પાસેથી ફરસી, ધારિયું પાંચ છરીઓ અને દેશી દારૂ તેમજ ગામની સીમમાં જુદીજુદી બે જગ્યાએથી દેશી દારૂની આરોપીની ભઠ્ઠી ઝડપાઇ હતી જેથી પોલીસે જુદાજુદા ત્રણ ગુના નોંધીને આ ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે.
માળિયા તાલુકાના ખીરઇ ગામે ગત બુધવારે સાંજે સ્થાનિક પોલીસ ઇકબાલ ઉર્ફે ઇકો મોવરના ઘરે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂ અને આરોપીને પકડીને પોલીસ પછી આવી રહી હતી ત્યારે આરોપી અને મુદામાલને છોડાવવા માટે આરોપીના પરિવારજનો દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ બનાવવા 6 પોલીસ કર્મચારીઓને ઇજા થઈ હતી જેથી તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ પોલીસના વાહન ઉપર પથ્થર મારો કરીને વાહનમાં પણ નુકસાની કરવામાં આવી હતી જેથી પોલીસ દ્વારા ત્યાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આરોપીના ઘર પાસેથી પોલીસે લાકડાના ધોકામાં ફીટ કરેલ એક ફરસી, ચાર છરીઓ, લોખંડના પાઇપમાં ફિટ કરેલ ધાર્યું વગેરે જેવા હથિયારો કબજે કર્યા હતા અને આ સંદર્ભે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇકબાલ મોવર સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે અને આ ગુનામાં આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર (40) રહે. ખીરઇ તાલુકો માળીયા વાળાની ધરપકડ કરી છે
આ ઉપરાંત પોલીસ દ્વારા જ્યારે આરોપી ઈકબાલ ઉર્ફે ઇકો હાજીભાઇ મોવરના ઘરની જડતી લેવામાં આવી હતી ત્યારે તેના ઘરમાંથી જુદા જુદા ત્રણ બેરલમાં 50 લિટર દેશી દારૂનો જથ્થો તથા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 10 ડબ્બા ગોળ, 1.11 લાખ રૂપિયાની રોકડ, પાંચ બાઈક તથા ઇસ્ટ (લાટો) છ બોક્સ આમ કુલ મળીને 2,07,060 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો તથા ખીરઈ ગામની સીમમાં ઇકબાલ ઉર્ફે ઇકોની સિમ વિસ્તારમાં અને પાવર હાઉસની પાછળના ભાગમાં દેશી દારૂની જુદીજુદી બે ભઠ્ઠી ચાલુ હતી ત્યા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે બંને સ્થળ ઉપરથી કુલ મળીને પોલીસે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લિટર આથો જેની કુલ કિંમત 10 હજારનો મુદામાલ કબજે કર્યો હતો અને ઇકબાલ મોવરની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દારૂના જુદાજુદા ત્રણ ગુના નોંધવામાં આવ્યા હતા અને તે ત્રણેય ગુનામાં તેની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.


