મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીથી પ્રસંગમાં જતાં યુવાનના બાઇકને રિક્ષા ચાલકે ટક્કર મારતા અકસ્માત: પિતા-પુત્રને ફ્રેકચર


SHARE









મોરબીથી પ્રસંગમાં જતાં યુવાનના બાઇકને રિક્ષા ચાલકે ટક્કર મારતા અકસ્માત: પિતા-પુત્રને ફ્રેકચર

મોરબી તાલુકાના લાલપર ગામે રહેતો યુવાન તેની પત્ની અને દીકરા સાથે બાઈક ઉપર ચુલી ગામે સંબંધીના ઘરે પ્રસંગમાં જઈ રહ્યો હતો દરમિયાન જૂના ઘૂટું રોડે તેના બાઇકને રિક્ષા ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં પિતા-પુત્રને ફેકચર જેવી ઇજાઓ થઈ હતી તેમજ મહિલાને મુંઢ ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ચુલી ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના લાલપર ગામે નવદીપ વિદ્યાલય સામે રહેતા મુકેશભાઈ સોંડાભાઈ પલાણી (36)એ રિક્ષા નંબર જીજે 13 એવી 6656 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતાના પત્ની સોનલબેન તથા દીકરો જીગર (14)ને પોતાના બાઈક નંબર જીજે 13 એએસ 4506 મા બેસાડીને મોરબીથી ચુલી ગામ તરફ પોતાના સંબંધીના ઘરે પ્રસંગમાં જવા માટે નીકળ્યા હતા ત્યારે જૂના ઘૂટું રોડે આવેલ સેફાયર સીરામીક પાસે રોડ ઉપર રીક્ષા ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીને જમણા પગની ઘૂંટીના ભાગે ફેક્ચર થયું હતું અને તેના દીકરા જીગરને જમણા પગમાં બે જગ્યાએ ફ્રેક્ચર થયેલ છે અને તેના પત્ની સોનલબેનને મુંઢ ઇજાઓ થયેલ હતી જેથી આ ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ મુકેશભાઈ પલાણીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News