મોરબીની પી.એમ. શ્રી તાલુકા શાળાના રિનોવેશન બાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યું ઉદઘાટન
મોરબી જીલ્લામાં આવતી નર્મદાની કેનાલમાં શનિવારથી પાણી છોડવાનું બંધ: ખેડૂતોને કેનાલ આધારે વાવેતર ન કરવા અપીલ
SHARE






મોરબી જીલ્લામાં આવતી નર્મદાની કેનાલમાં શનિવારથી પાણી છોડવાનું બંધ: ખેડૂતોને કેનાલ આધારે વાવેતર ન કરવા અપીલ
મોરબી જીલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવેલ છે જે ઉનાળુ પાક લેવા માટે ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે જો કે, નર્મદની કેનાલનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવનાર છે જેથી કરીને મોરબી અને માળિયા શાખા નહેરમાં 15 માર્ચથી બે મહિના સુધી પાણી છોડવાનું બંધ કરવામાં આવશે. જેથી ખેડૂતને આ કેનાલમાંથી પાણી મળશે નહીં માટે કેનાલ આધારે કોઈ પણ ખેડૂતે તેના ખેતરમાંથી ઉનાળુ પાક લેવા માટે વાવેતર કરવું નહીં તેવી અપીલ નર્મદા નિગમના અધિકારી દ્વારા કરવામાં આવેલ છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા ગુજરાતનાં જુદા જુદા જિલ્લાઓમાં નર્મદની કેનાલથી ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી આપવામાં આવે છે જો કે, સૌરાષ્ટ્ર શાખા નહેરના કાર્યક્ષેત્ર હેઠળ આવતી અને સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, ભાવનગર તથા અમદાવાદ જીલ્લામાંથી પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડની મોરબી શાખા નહેર, માળીયા શાખા નહેર તથા વિવિધ નહેરોમાંથી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરતાં ખાતેદારોને નર્મદા નિગમ દ્વારા જાણ કરવામાં આવી છે કે, આ શાખા નહેરોમાં તા.15/3/2025 થી બે મહિના સુધી પાણી છોડવામાં આવશે નહીં.
જેથી આ નહેરો ઉપર આધાર રાખીને ખેડૂતોએ ઉનાળુ પાક લેવા માટેનું કોઈપણ પાકનું વાવેતર કરવું નહીં. અને આ કેનાલમાં પાણી છોડવવા માટે કોઈ આગ્રહ રાખવો નહી. આમ છતાં પણ જો કોઈ પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવશે તો તેના માટેની કોઈ જવાબદારી નર્મદા નિગમની રહેશે નહી અને પાક નિષ્ફળ જવા બાબતે ખેડુતનો કોઈ પણ પ્રકારનો દાવો માન્ય રાખવામાં આવશે નહી.
આ અંગે મોરબી શાખાના અધિકારી પી.ડી.વસાવા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, નર્મદા નિગમ દ્વારા 15 માર્ચથી લઈ 15 મે સુધી નર્મદની કેનાલનું રિપેરિંગ કામ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને આ કેનાલમાં પાણી છોડવામાં આવશે નથી. માટે જે ખેડૂતો સંપૂર્ણ રીતે કેનાલ ઉપર ઉનાળુ પાક લેવા માટે વાવેતર કરશે તેને નુકસાન જાય તેવી શક્યતા છે જેથી કરીને નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને આગોતરી જાણ કરવામાં આવેલ છે.


