માળીયા (મી)ના પીઆઇ આર.સી.ગોહિલનું તલવાર આપીને કરવામાં આવ્યું સન્માન
મોરબીમાં પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર
SHARE






મોરબીમાં પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર
મોરબીના સનાળા ગામે મહિલાના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ચારિત્ર્યની શંકા કરીને મારકૂટ કરવામાં આવતી હતી જેથી કરીને પરણીતાએ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં ભાઈએ તેની બહેનને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે મૃતક મહિલાના પતિની ધરપકડ કરી હતી જે જેલમાં હોય તેણે પોતાના વકીલ મારફતે જામીન અરજી કરી હતી જેને કોર્ટે શરતોને આધીન મંજૂર કરેલ છે
આ કેસની મળતી માહિતી મુજબ ભરૂચના રહેવાસી કિરણભાઈ શશીકાંતભાઈ વસાવા (32)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હસમુખભાઈ વાલજીભાઈ પટેલ અને તેના ભત્રીજા જયદીપભાઇ પટેલ સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ફરિયાદીની બહેન રેખાબેન સાથે મારકૂટ કરીને ચારિત્ર્યની શંકા કરીને મરવા માટે મજબૂર કરી છે જેથી કરીને પોલીસે મહિલાને મારવા મજબૂર કરવા અને એટ્રોસિટીના ગુનામાં આરોપી પતિ હસમુખભાઈ વાલજીભાઈ સીરવીની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કર્યો હતો ત્યાર બાદ તેના વકીલ મનીષભાઈ (ગોપાલ) ઓઝા મારફત મોરબીની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલો ધ્યાને લઈને કોર્ટે આરોપીના વકીલની દલીલોને માન્ય રાખી આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે.


