મોરબી કોંગ્રેસ દ્રારા તા.૨૩ ના સરકારે કૃષિ બીલ પરત ખેંચતા પદયાત્રા વિજય રેલી યોજાશે
મોરબીમાં ફકત મહિલાઓ માટે જ શૌચાલય કયારે બનાવાશે..? : રમેશભાઇ રબારી
SHARE









મોરબીમાં ફકત મહિલાઓ માટે જ શૌચાલય કયારે બનાવાશે..? : રમેશભાઇ રબારી
મોરબીમાં મહિલાઓ માટે એવું શૌચાલય કયારે બનાવાશે..? કે જયાં માત્ર મહીલાઓ જ તે શૌચાલયનો મુતરડી-સંડાસ માટે ફકતને ફકત મહિલાઓ જ ઉપયોગ કરી શકે.તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સમિતિના પુર્વ ઉપપ્રમુખ રમેશભાઇ રબારીએ માંગ કરેલ છે.
મોરબી શહેરમાં કોઈપણ જગ્યાએ માત્ર મહિલાઓ માટે જ જાહેર બાથરૂમ કે શૌચાલયની કોઈ વ્યવસ્થા ન હોવાથી.મોરબીમાં ખરીદી માટે આવતી મહિલાઓ ભારે મુશ્કેલીમાં મુકાય જાય છે.અગાઉ મોરબી નગર દરવાજે મહિલાઓ માટે બે બાથરૂમ ઉપલબ્ધ હતા પરંતુ ક્રમશ: તે સાવ નિકળી ગયા છે..! ત્યારે મોરબીમાં નહેરૂગેઇટ ચોક, ગ્રીનચોક, સોની બજાર તેમજ શાકમાર્કેટ જેવા વિસ્તારો કે જયાં હજારોનૂ સંખ્યામાં મહિલાઓની રોજીંદી અવરજવર રહે છે ત્યાં માત્ર મહીલાઓ માટે જ બોય તેવું શૌચાલય બનાવવું જરૂરી બન્યુ છે. અગાઉ શાકમાર્કેટમાં પણ મહીલાઓ માટે બાથરૂમની વ્યવસ્થા હતી જે હાલ નથી.શહેરના જેતે વિસ્તારોમાં સુલભ શૌચાયલ યોજના હેઠળ આવી વ્યવસ્થા કરાવીને મહિલાઓ માટે ઉપયોગી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી ચિફ ઓફિસર સમક્ષ કોંગી આગેવાન રમેશભાઇ રબારીએ માંગ કરેલ છે તેમજ હાલ તાત્કાલીક અસરથી લોકોહિત કાજે શકય હોય તે જગ્યાએ નહેરૂ ગેઈટ ચોક આસપાસમાં માત્ર મહીલાઓ માટે જ હોય તેવું સુલભ શૌચાયલ સત્વરે બનાવવું જરૂરી બન્યુ છે
