મોરબીના ગ્રીનચોકની આસપાસમાં વેપારીઓની દુકાન પાસેના ઓટલા તોડ્યા
મોરબીની દિકરીને AVN નામક ગંભીર બિમારી: સારવાર માટે મદદની અપિલ
SHARE









મોરબીની દિકરીને AVN નામક ગંભીર બિમારી: સારવાર માટે મદદની અપિલ
મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં રહેતી માધુરી લાલજીભાઈ સોલંકી (30) નામની દિકરીને AVN નામક ગંભીર બિમારી થય છે. જેથી તે હાલ પથારીવશ છે. ત્યારે દિકરીને સારવાર માટે અંદાજિત 15 લાખથી વધુ ખર્ચ માટે મદદ માટે અપિલ કરી છે.
માધુરીબેન સોલંકીને AVN નામક બિમારી થય હોવાથી તેઓ છેલ્લા 4 વર્ષથી બિમારીથી પીડાઈ રહ્યા છે. અને 2 વર્ષથી પથારીવશ છે. તેમણે મોરબી, રાજકોટ, અમદાવાદ, જામનગર સહિતના શહેરોમાં અનેક જગ્યાએ હોસ્પિટલમાં બતાવીને સારવાર લીધી છે. છતા અત્યારસુધી કોઈ પરિણામ મળ્યું નથી. અને હાલમાં તેઓને દિલ્હી ખાતે ગ્લોબલ હેલ્થ સેન્ટરમાં સારવાર માટે તપાસ કરી હતી. અને ત્યાં રોબોટિક લેજર દ્વારા 6 મહિનાની સારવાર કરવાની છે અને તેનું અંદાજિત ખર્ચનું કોટેશન રૂ.15 લાખ તથા દિલ્હી આવવા-જાવ તથા રહેવાનો વધુ ખર્ચ થશે.
ગ્લોબલ હેલ્થ સેન્ટરમાં રોબોટિક લેજરની આધુનિક સારવારથી આ દિકરીને સારૂ થય શકે તેમ છે. તેમજ ત્યાં કોઈપણ ભારત સરકારના હોસ્પિટલને લગતા કાર્ડ માન્ય નથી. માધુરીબેનના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી સારવાર લય શકે તેમ નથી. જેથી લોકોને મદદ કરવા માટે અપિલ કરવામાં આવી છે. આ દીકરીના પિતાના મોબાઈલ નંબર 9712829037, બેન્કના એકાઉન્ટ નંબર 193212010001885, બેન્કનું નામ union Bank of India, IFSC Code: UBIN0819328, ખાતેદારનું નામ સોલંકી માધુરીબેન લાલજીભાઇ અને GPay No :- 9512007760 છે જેથી આ દીકરીની સારવાર માટે આર્થિક મદદ કરવા માટે અપીલ કરવામાં આવેલ છે.
