મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ગૌ રક્ષકોએ કતલખાને લઈ જવાતી 19 ભેસ-નાના મોટા પાડા બચાવ્યા: 25.51 લાખનો મુદામાલ કબ્જે, 7 શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીના ગૌ રક્ષકોએ કતલખાને લઈ જવાતી 19 ભેસ-નાના મોટા પાડા બચાવ્યા: 25.51 લાખનો મુદામાલ કબ્જે, 7 શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબીના ગૌ રક્ષકોને મળેલ હકકીત આધારે માળીયા હળવદ રોડ ભીમસર ચોકડી પાસે પોલીસને સાથે રાખીને વોચ રાખવામા આવી હતી ત્યારે જુદીજુદી પણ બોલેરો ગાડી ત્યાંથી નીકળી હતી જેને રોકવામાં આવી હતી અને ચેક કરવામાં આવતા તેમાં 19 ભેસ તથા નાના મોટા પાડાને લઈ જતાં હતા જેને બચાવવામાં આવ્યા છે અને હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 25.51 લાખનો મુદામાલ કબજે કરીને સાત શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ બોરીચા વાસમાં રહેતા કમલેશભાઇ ભગવાનભાઇ રુંજા (36)એ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફારુક અબ્દુલરજાક જાત (28), સુલતાન સાડભાઇ જત (19), હમદા સલામ જત (23) રહે. ત્રણેય સાન્ધ્રો વાંધ સુભાષપર સનાન્ધ્રો તાલુકો લખપત, ઇદ્રિશભાઇ ગુલામભાઇ જત (25) અને સદામ અલીમામદ જત (20) રહે. બંને નાના સરડા ભગાડીયો ભગાડીયા તાલુકો ભુજ, ફારૂક સમંદ જત (29) રહે. તલવાઢ ગામ તલ જતાવીરા તાલુકો નખત્રાણા અને ફારૂક મામદખાન જત (20) રહે. છારી તાલુકો નખત્રાણા વાળાની  સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યુ  છે કે, માળીયા હળવદ રોડ ભીમસર ચોકડી પાસેથી બોલેરો ગાડીઓ લઈને આરોપીઓ નીકળ્યા હતા ત્યારે ફારુક અબ્દુલરજાક જાતની બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે 12 સિટી 9186  માં 3 ભેંસ અને એક પાડો ભરેલ હતો, સુલતાન અને હમદાની બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે 12 બી ઝેડ 9986 માં નાના મોટા 6 પાડા ભરેલ હતા જયારે  ઇદ્રિશભાઇ અને સદામની બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે 12 સિટી 5640 માં 2 ભેંસ અને 3 પાડા ભરેલ હતા ફારૂક જતની બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે 12 બી ઝેડ 4558 માં 2 ભેંસ ભરેલ હતી અને ફારૂક જત ની બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે 12 બીએક્સ 8525 માં 1 ભેંસ 1 પાડા ભરેલ હતો અને અબોલ જીવને ક્રુરતા પુર્વક બાંધીને ગાડીમાં ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા રાખવામા આવી ન હતી અને સક્ષમ અધિકારીનુ પાસ પરમીટ પણ ન હતું જેથી કુલ મળીને 19 ભેસ તથા નાના મોટા પાડા બચાવવામાં આવ્યા હતા અને અબોલ જીવ તેમજ વાહનો મળીને 25.51 લાખનો મુદામાલ કબજે કરીને માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રાણી ક્રુરતા નિવારણ અધિ નીયમ 1960 ની ક્લમ 11(1) ડી.ઇ.એફ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News