મોરબીના ઉંચી માંડલથી પેટમાં દુખાવો ઊપડતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત
મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં ખિસ્સા ખર્ચના રૂપિયા આપવાની ના કહેતા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા
SHARE









મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં ખિસ્સા ખર્ચના રૂપિયા આપવાની ના કહેતા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા
મોરબી શહેરમાં આવેલ માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા ભાઈના ઘરે આવેલ યુવાન પાસે તે વિસ્તારમાં રહેતા અન્ય એક શખ્સે ખીસ્સા ખર્ચના રૂપિયા માંગ્યા હતા જે રૂપિયા આપવાની યુવાને ના પાડતાં રૂપિયા માંગનારા શખ્સે તેને ગાળો આપી હતી અને બાદમાં યુવાનને પીઠના ભાગે છરીનો ઘા ઝીંકી દેવામાં આવ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈને જતાં હતા ત્યારે રસ્તામાં જ યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ હત્યામાં પલટાયો હતો અને હાલમાં મૃતક યુવાનના ભાઈએ છરી મારા શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા સંદીપભાઈ વિનોદભાઇ મકવાણાએ હાલમાં રામદેવપીર મંદિર પાસે માળીયા વનાળિયા સોસાયટી નજીક રહેતા કેવલદાસ નટવરદાસ રાબડીયા નામના શખ્સની સામે તેના ભાઇ પ્રદીપની હત્યા કરી હોવા અંગેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી સંદીપભાઈએ જણાવ્યું છે કે તેઓનો ભાઈ પ્રદીપ વિનોદભાઇ મકવાણા (૩૦) રહે. ઇન્દિરાનગર સોસાયટી વાળો તેમના ઘરે આવ્યો હતો ત્યારે આરોપી કેવલદાસે તેની પાસે ખીચા ખર્ચના રૂપિયા માંગ્યા હતા જે રૂપિયા આપવાની પ્રદીપે તેને ના પાડી હતી જેથી કરીને કેવલદાસ નટવરદાસ રીબડીયાએ પ્રદીપને ગાળો આપી હતી ત્યારે પ્રદીપે તેને ગાળો આપવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને તેને પોતાની પાસે રહેલી છરી પ્રદીપને પીઠના ભાગે ઝીંકી દીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે પ્રદીપને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે રસ્તામાં જ પ્રદીપ મકવાણાનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં આ બનાવ હત્યામાં પલટાયો છે અને આ અંગે મૃતક યુવાનના ભાઈએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કેવલદાસ નટવરદાસ રિબડિયાની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
