મોરબીનાં લખધીરપુર ગામે બહેનના લગ્ન સમયે જ હાર્ટ એટેકથી નાની બહેનનો મોત
ટંકારાના હડમતીયા ગામે વાડીની ઓરડીમાથી કપાસ વેચાણના ૮૧,૫૦૦ ની ચોરી
SHARE









ટંકારાના હડમતીયા ગામે વાડીની ઓરડીમાથી કપાસ વેચાણના ૮૧,૫૦૦ ની ચોરી
ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ વાડીની ઓરડીમાં કપાસ વેચાણના ૮૧,૫૦૦ રૂપિયા મૂકી રાખ્યા હતા જે કોઈ અજાણ્યા શખ્શે વાળીની ઓરડીમાં પ્રવેશ કરીને ચોરી કરેલ છે જેથી કરીને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધવામાં આવેલ છે માટે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલમાં ટંકારા તાલુકાના હડમતીયા ગામે અશ્વિનભાઈ ધનજીભાઈ રાણસરિયાની વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતાં મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી બાબુભાઈ દુલાભાઈ મોહનીયા (ઉંમર ૩૭)એ અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તા૧૯/૧૧ થી ૨૦/૧૧ દરમ્યાન તેમણે પોતાના કપાસના વેચાણના ૮૧,૫૦૦ રૂપિયા પોતાની વાડીની ઓરડીમાં મુક્યા હતા જે રૂપિયાની કોઈ અજાણ્યા શખ્સે ઓરડીમાં પ્રવેશ કરીને ચોરી કરેલ છે જેથી કરીને બાબુભાઈ મોહનીયાએ હાલમાં અજાણ્યા શખ્સો સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
