માળીયા (મી)ના વવાણીયા ગામે વાડાની ઓરડીમાંથી 180 બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ: 2.62 લાખનો મુદામાલ કબ્જે
SHARE









માળીયા (મી)ના વવાણીયા ગામે વાડાની ઓરડીમાંથી 180 બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ: 2.62 લાખનો મુદામાલ કબ્જે
માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે સરકારી ગોડાઉનની પાસે આવેલ વાળાની ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 180 બોટલ મળી આવતા પોલીસે 2,52,000 ની કિંમતનો દારૂનો જથ્થો તથા એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 2,62,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરેલ છે જોકે અન્ય એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વવાણીયા ગામે આવેલ સરકારી ગોડાઉન પાસે કિશનભાઇ ખાદાના કબજા ભોગવટા વાળા વાડાની ઓરડીમાં દારૂ હોવાની બાતમી મળી હતું જેથી ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 180 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2,52,000 ની કિંમતની દારૂની બોટલો તથા 10 હજાર રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને 2,62,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી કિશનભાઇ આઇદાનભાઈ ખાદા (29) રહે. વવાણીયા તાલુકો માળીયા મીયાણા વાળા ધરપકડ કરેલ છે અને તેની પાસેથી શક્તિભાઈ બોરીચા રહે. મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે બંને શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

