મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું
કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન
SHARE









કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન
માળિયા તાલુકાના સરવડ ગામે છેલ્લા ઘણા વર્ષોથી માહે મોહરમમાં કરબલાના શહીદોની યાદમાં સબીલ કરવામાં આવે છે અને પરંપરા મુજબ દર વર્ષે ઇમામે હુસેન અને કરબલાના શહીદોની યાદમાં ન્યાજે હુસેન સબીલને લગાવવામાં આવે છે અને તેમાં ઠંડા પીણા, શરબત, કોલ્ડ્રીંક વગેરેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને તેમાં સરવડ ગામના હિન્દ-મુસ્લિમ તમામ ભાઈઓનો સહકાર મળતો હોય છે અને એકતા સબીલ સરવડ દ્વારા દર વર્ષે સબીલનું આયોજન કરવામાં આવે છે અને દસે દસ દિવસ ન્યાજ તેમજ શરબતનું આયોજન કરતા હોય છે અને આ આયોજનને સફળ બનાવવા માટે મુસ્તાકભાઈ જીવાભાઇ, અલીભાઈ જીવાભાઇ, હાજીભાઈ અબુભાઈ, ઇનુસભાઇ બચુભાઈ, શાહિદભાઈ દાઉદભાઈ, અલ્લારખાભાઈ બચુભાઈ અને હનીફભાઈ કાસમભાઈ સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવતી હોય છે.
