મોરબીના 602 જમીન કૌભાંડને લઇને મોટા સમાચાર: પ્રાંત અધિકારીએ મંજુર કરેલ મહિલાની વારસાઇ એન્ટ્રી કલેકટરે કરી રદ મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશનું વિતરણ કરાશે માળીયા (મી) તાલુકામાં મિશન નવ ભારત સંગઠનની ટિમ જાહેર કરાઇ મોરબી ગાંધીબાગમાં સફાઈ કરાવી ગાંધીજીની પ્રતિમા પાછળ ગેરકાયદેસર રીતે જાહેર મુતરડી બની ગયેલ હોય તે બંધ કરાવવા વેપારીઓ-સામાજિક કાર્યકરોની માંગ મોરબીમાં ધંધા માટે હાથ ઉછીના રૂપિયા આપી યુવાનને વ્યાજનાચક્રમાં ફસાવવાના ગુનામાં વધુ એક આરોપી સામે કાર્યવાહી મોરબી જીલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી બોર્ડની મોક પરીક્ષા માટે ત્રણ કેન્દ્ર નિશ્ચિત કરાયા તરબૂચે કર્યા માલામાલ: ટંકારાના હરિપર ગામના ખેડૂતે રૂટિન ખેતીને આપી તિલાંજલિ, બાગાયતી ખેતીમાં ઓછી મહેનતે અનેક ગણી આવક મોરબીમાં લાયન્સ કલબ દ્વારા પાંચમું વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી, ઓક્સિજન ચેકઅપ કેન્દ્ર શરૂ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ 28 લાખના ફ્રોડની તપાસમાં આંતર રાજ્ય ગેંગનો મુખ્ય સુત્રધાર પકડાયો: લોકોને છેતરવા બનાવી હતી 90 જેટલી બોગસ વેબ સાઇટો


SHARE















મોરબીમાં થયેલ 28 લાખના ફ્રોડની તપાસમાં આંતર રાજ્ય ગેંગનો મુખ્ય સુત્રધાર પકડાયો: લોકોને છેતરવા બનાવી હતી 90 જેટલી બોગસ વેબ સાઇટો

મોરબીના યુવાનને ZUDIO (ગાર્મેન્ટ પ્રોડકટ) કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી અને ત્યાર બાદ યુવાનની સાથે 28.03 લાખનું ફ્રોડ કરવામાં આવ્યું હતું જેથી યુવાને ત્રણ મોબાઈલ નંબર અને બે બેંક એકાઉન્ટના ધારકોની સામે સાયબર ફ્રોડની ફરિયાદ કરી હતી જેના આધારે મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમની ટીમે ફ્રેન્ચાઇઝી આપવાના બહાને ફ્રોડ કરતી આંતર રાજ્ય ગેંગના મુખ્ય સુત્રધારને ઝારખંડથી ઝડપી લીધેલ છે અને આરોપીએ 90 જેટલી બોગસ વેબ સાઇટો બનાવેલ છે અને ઘણા લોકો સાથે ફ્રોડ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

લોકોને ફ્રેન્ચાઇઝ આપવાની લાલચ આપીને સામાન્ય નાગરીકો સાથે ફ્રોડ કરવામાં આવે છે અને તેની ફરિયાદો પણ નોંધી છે આવી જ રીતે મોરબીના વાઘપરામાં રહેતા હિરેનભાઇ મહેન્દ્રભાઇ પુજારા (37) એ ત્રણ મહિના પહેલા મોબાઇલ નંબર 89613 51994, 89813 62249 અને 96798 96521 ના ધારક તેમજ સેંન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના બેંક એકાઉન્ટ નંબર 5629903650 તેમજ યુકો બેંક એકાઉન્ટ નંબર 6820110053614 ના ધારક સામે વિશ્વાસધાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. કેમ કે, આરોપીઓએ યુવાનને વિશ્વાસમાં લઈને ZUDIO કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી હતી અને તેની પાસેથી અલગ અલગ તારીખે આરોપીઓના જુદા-જુદા બેંક એકાઉન્ટમાં 28,03,500 લઈ લીધેલ હતા. ત્યાર બાદ ફ્રેન્ચાઇઝી આપવામાં આવી ન હતી અને તેના રૂપિયા પણ પાછા આપેલ ન હતા જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને શોધી રહી હતી તેવામાં મોરબી સાઇબર ક્રાઇમની ટીમે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ફ્રેન્ચાઇઝીના નામે છેતરપિંડી કરનાર આંતર રાજ્ય ગેંગના મુખ્ય સુત્રધાર આરોપી રીતુઆનંદ પરમેશ્વર પ્રસાદ સીંઘ મુળ રહે. ઝારખંડ, હાલ: ભીલાઇ છત્તીસગઢ વાળાની ધરપકડ કરેલ છે.

આ ડિટેકશન માટે એસપી રાહુલ ત્રિપાઠીની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબીના ફરિયાદી હીરેનભાઇ પુજારા દ્વારા સોસીયલ મીડીયામાં "TATA ZUDIO FRANCHISE" બાબતે સર્ચ કરતા ZUDIO TRENT LIMITED નામનુ પેઝ ઓપન થયું હતું તેમાં ફરિયાદી પોતાની વિગતો ભરી સબમીટ કર્યું હતું જેથી તેને આરોપીઓ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો અને ઈ-મેલ આઈ.ડી. HELP@TATAZUDIOPARTNER.IN દ્વારા ફ્રેન્ચાઇઝ મેળવવા ફોર્મ મોકલવામાં આવ્યું હતું ત્યાર બાદ ટાટા ઝુડીયો કંપનીની ફ્રેન્ચાઇઝ માન્ય થયાનુ પ્રમાણ પત્ર આપી ડીપોઝીટના નામે વિવિધ બેન્ક એકાઉન્ટમાં રૂપીયા 28,03,500 લઈ લીધેલ હતા.

જે ગુનાની તપાસ મોરબી જિલ્લા સાયબર પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે.દરબાર અને તેની ટિમ કરી રહી હતી અને હાલમાં જે આરોપીને પકડવામાં આવેલ છે તે આરોપી દ્વારા લોકોની સાથે ફ્રોડ કરવા માટે જુદીજુદી 90 જેટલી વેબ સાઇટ બનાવવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અને આરોપી આઇ.ટી. સેક્ટર, વેબ ડેવલોપીંગ, ડીઝીટલ માર્કેટીંગ, વેબસાઇટ ડીઝાઇનીંગ અને કંટેન્ટ માર્કેટીંગનો જાણકાર છે. અને તેના દ્વારા RIMOBIT.COM (Rimobit Infotech) નામની કંપની ચલાવી web and Digital services ના નામે પોતાના ભાડાના મકાનમાંથી ઓનલાઇન ફ્રોડનુ નેટવર્ક ચલાવતો હતો. અને આ આરોપી મોરબીમાં રહેતા ફરિયાદી સાથે 28.03 લાખ, રાજસ્થાનના ડુંગરપુર વિસ્તારમાં રહેતા ફરિયાદી સાથે 33.24 લાખ અને મહારાષ્ટ્રના નવી મુંબઇમાં રહેતા ફરિયાદી સાથે 54.70 લાખ આમ કુલ મળીને 1.15 કરોડથી વધુનું સાયબર ફ્રોડ કર્યું હોવાનું સામે આવ્યું છે અને આરોપીએ એક કે બે નહીં પરંતુ લોકોની સાથે ફ્રોડ કરવા માટે સરકારી અને ખાનગી સંસ્થાઓની કુલ- 90 જેટલી બોગસ વેબસાઇટ બનાવી હતી

વધુમાં પોલીસના કહેવા મુજબ આરોપીઓ દ્વારા ઓરીજનલ TATA ZUDIO કંપની જેવી TATAZUDIOPARTNER.IN નામની વેબસાઇટ તથા ઇમેલ આઇ-ડી બનાવવામાં આવેલ હતુ. જે વેબસાઇટના પ્રમોશન માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા ગુગલ એડ્સમાં જાહેરાતો પ્રસીધ્ધ કરવામાં આવતી હતી. ત્યાર બાદ તેના થકી કોઈ વ્યક્તિ આરોપીઓનો સંપર્ક કરે એટ્લે તેની પાસેથી વિવિધ પ્રકારની ડીપોઝીટના બહાને રૂપીયા લેવામાં આવતા હતા અને ઓનલાઇન ફ્રોડ કરવામા આવતુ હતુ. જો કે, ફ્રોડ થયેલ રકમના ટ્રાંજેક્સનોને એનેલાઇઝ કરતા આરોપીઓ દ્વારા પ્રથમ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં રૂપીયા જમા કરવવામાં આવ્યા બાદ બીહાર રાજ્યમાં રૂપીયા ટ્રાન્સફર કરીને એ.ટી.એમ. મશીનો દ્વારા રૂપીયા વીડ્રો કરવામાં આવેલ હતા.

આમ જુદાજ્ડૂય ટ્રાન્જેક્શનોને ટ્રેક કરીને મોરબી સાયબર ક્રાઇમ પોલીસની ટીમ આરોપીને પકડવા બીહાર પહોચી હતી જો કે, આરોપી ત્યાંથી નાશી ગયો હતો. અને ગુન્હામાં વપરાયેલ ઇ-મેલ આઈ.ડી, ડોમેઇન અને સોસીયલ મીડીયામાં પ્રસિધ્ધ થયેલ જાહેરાતો છત્તીસગઢના ભીલાઇ શહેરમાંથી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી એક ટિમ છત્તીસગઢ તપાસ માટે ગયેલ હતી. જો કે, આરોપી ઘરમાં છે કે નહીં તે જાણવુ મુશ્કેલ હતુ જેથી પોલીસે આરોપીને પકડવા માટે વેશ પલટો કરી લોન્ડ્રી વાળા માણસો બનીને આરોપીના ઘરે ગયા હતા અને આરોપી લોન્ડ્રીના કપડા આપવા આવતાની સાથે જ પોલીસે તેને ઝડપી લીધો હતો.

લોકોને ફ્રેન્ચાઇઝી અને યોજનાનો લાભ દેવાનું બહાનું કહીને તેની પાસેથી વેબ સાઇટ ઉપર ફોર્મ સબમીટ કરવવામાં આવતું હતી અને તેની પાસેથી લાખો કરોડો રૂપિયા લઈ લેવામાં આવતા હતા ત્યાર બાદ રૂપિયા આપનારા સાથે ફ્રોડ કરવામાં આવતું હતું જેથી હાલમાં મોરબી પોલીસે ત્રણ ગુણનો ભેદ ઉકેલ્યો છે જો કે, આ આરોપી અને તેની સાથે જોડાયેલા શખ્સો દ્વારા ભારતના ક્યાં કયાં રાજ્યોમાં કેટલા લોકો સાથે કેટલી રકમનું ફ્રોડ કરવામાં આવ્યું છે તેની તપાસ હાલમાં મોરબી પોલીસ દ્વારા કરવામાં આવી આરએચ છે.






Latest News