મોરબીમાં ભગવાનશ્રી મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ નિમિતે શોભાયાત્રા-ધર્મસભા યોજાશે ટંકારાના નાના રામપર ગામના શખ્સ સામે પગલાં લેવાની ગામના લોકોની માંગ મોરબી જીલ્લામાં ફાયરની NOC ન લેનાર 17 શાળાઓને છેલ્લી તાકીદ: માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહીના સંકેત મોરબી :ખેતર ઉપર કૃષિ અવશેષોનું દહન માનવ અને પર્યાવરણ માટે નુકસાનકારક; યોગ્ય ઉપાયથી તેને નિવારીએ હવે મોરબીમાં જાહેરમાં થૂંકનારા લોકોના હોર્ડીંગ બોર્ડમાં ફોટો લાગ્યા: દંડ પણ વસૂલ કર્યો મોરબીમાં પ્રેમીએ બીજે લગ્ન કરી લેતા લાગી આવતા પરણિત પ્રેમિકાએ કર્યો આપઘાત મોરબીના ખાનપર અને માળિયાના નાનીબરાર ગામે ધો.૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો ટંકારા યોગ ટીમ દ્વારા ત્રિદિવસીય ઈન્ટિગ્રેટેડ યોગ શિબિર યોજાઇ
Morbi Today

ભારે કરી, માળીયા (મી)ના સુલતાનપુર ગામે રહેતા યુવાનને વેરાવળથી ઈ-ચલણ આવ્યું !


SHARE











ભારે કરી, માળીયા (મી)ના સુલતાનપુર ગામે રહેતા યુવાનને વેરાવળથી ઈ-ચલણ આવ્યું !

માળીયા (મી)ના નાના એવા સુલતાનપુર ગામના રહેવાસી યુવાનને વેરાવળથી ઈ-ચલણ મોકલાવવામાં આવ્યું છે અને તેને બાઈક ઉપર ત્રણ વ્યક્તિઓ બેઠા છે તે પ્રકારના ફોટો સાથે ઈ-ચલણ આવ્યું છે ત્યારે સવળ એ ઊભો થાય છે કે, યુવાન ક્યારેય વેરાવળ બાઇક લઈને ગયેલ નથી તો પણ તેને ઈ-ચલણ આવતા યુવાન મૂંઝવણમાં મુકાયેલ છે

સામાન્ય રીતે એસી ઓફિસમાં બેઠા બેઠા સીસીટીવી કેમેરા ચેક કરીને ઇ-ચલણો બનાવવામાં આવતા હોય છે પરંતુ તે ઈ0ચલણો બનાવતી વખતે સ્પષ્ટપણે નંબર પ્લેટ દેખાતી ન હોવા છતાં પણ જે ઈ-ચલણો બનાવવામાં આવે છે તેના કારણે ઘણી વખત નિર્દોષ લોકોને ઈ-ચલણ મોકલવામાં આવતા હોય આવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે તેવામાં મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના નાના એવા સુલતાનપુર ગામે રહેતા ભાવેશભાઈ વિડજા કે જેને હાલમાં વેરાવળથી બાઈક ઉપર ત્રણ વ્યક્તિ બેસાડેલ છે તેવું ઈ-ચલણ આવ્યું છે જો કે, ભાવેશભાઈના કહેવા મુજબ તે બાઈક લઈને ક્યારેય વેરાવળ ગયેલા નથી અને તેમના બાઈકનો નંબર જે છે તે જીજે 3 એચપી 4520 છે જ્યારે ઈ-ચલણમાં જે ગાડીનો નંબર દેખાય છે તે નંબર જીજે 3 એચએફ 4520 છે તેમ છતાં પણ તેઓને હાલમાં ઈ-ચલણ મોકલાવવામાં આવ્યું છે જેથી હાલમાં પોલીસ તંત્રની બેદરકારીના કારણે ભાવેશભાઈ વિડજાનું મુઝવણ વધી ગયેલ છે.






Latest News