ભારે કરી, માળીયા (મી)ના સુલતાનપુર ગામે રહેતા યુવાનને વેરાવળથી ઈ-ચલણ આવ્યું !
ચોટીલા ડુંગરની અંગદાન મહાદાનની થીમ ઉપર પરિક્રમા યોજાશે
SHARE








ચોટીલા ડુંગરની અંગદાન મહાદાનની થીમ ઉપર પરિક્રમા યોજાશે
ચોટીલા ધર્મ જાગરણ સમન્વય તેમજ ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા સતત ચોથી વાર ડુંગર પરિક્રમાનું આયોજન કરાયુ છે. અને અંગદાન મહાદાનની થીમ પર આ વખતે ચોટીલાની પરિક્રમા યોજાશે.
રાજ્યના અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે એ હેતુથી આ વર્ષ ની પરિક્રમા ની થીમ મહત્વ ની રહેશે.અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૫૦ સ્વયંસેવક લોકો ને અંગદાન નું મહત્વ સમજાવી ફોર્મ ભરાવશે તેમજ અંગદાન અંગે ની પત્રિકાઓ વિતરણ કરશે. આ પરિક્રમા અને આ જનજાગૃતિ અભિયાન માં મોરબી જિલ્લા માંથી લોકો જોડાય તેવી અમે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ વતી અપિલ કરીએ છીએ.

