માળિયા(મી) તાલુકા પંચાયત કચેરી કે મોતનો માંચડો !: અધિકારી, કર્મચારી અને અરજદારો ઉપર જોખમ
મોરબી કે મિરજાપુર..? : મોરબીમાં ગતરાત્રીના વધુ એક લોથ ઢળી, રબારી યુવાનનું મર્ડર
SHARE
મોરબી કે મિરજાપુર..? : મોરબીમાં ગતરાત્રીના વધુ એક લોથ ઢળી, રબારી યુવાનનું મર્ડર
મોરબીમાં છેલ્લા ચાર દિવસમાં દરોજ એક એમ સતત ચાર મર્ડર થતા મોરબીમાં ગુનેગારોને પોલીસનો લેશમાત્ર ભય ન હોય તેવો માહોલ સર્જાયો છે જેને લઇને શહેરના પ્રબુધ્ધ નાગરીકોમાં પોલીસ અને સ્થાનીક રાજકારણીઓને લઇને તરેહ તરેહની ચર્ચાઓ થઇ રહેલ છે.ગતરાત્રીના પણ મોડી રાત્રીના મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ નજીકના વિસ્તારમાં ગાળ દેવાની ના પાડવા જેવી નજીવી વાતે રબારી યુવાન ઉપર છરી વડે છાતીના ડાબા ભાગે મુસ્લીમ ઇસમ દ્રારા ખુન્સપુર્વક એક જીવલેણ ઘા મારી દેવાતા સારવાર મળે તે પહેલા જ રબારી યુવાનનું મોત નિપજયુ હતુ.બનાવ સંદર્ભે મૃતકના કાકાએ ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં વધુ એક મર્ડરનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ "ગેંગ ઓફ વાસેપુર" અને "ગેંગ ઓફ મિરજાપુર" માં જેમ ફિલ્મમાં ધડોધડ મર્ડરના સીન દર્શાવવામાં આવતા હોય છે તેવો જ ઘાટ મોરબીમાં જોવા મળતો હોય હાલ મોરબીવાસીઓ બોલી રહ્યા છે કે આતો મોરબી છે કે મિર્જાપુર..?
હત્યાના બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ભગવતીપરા વિસ્તારમાં રહેતો નવઘણ હરેશભાઈ અજાણા નામનો ૩૫ વર્ષીય રબારી યુવાન પંચાસર રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ નજીક હતો ત્યાં મોહસીન ઉર્ફે ગજની કરીમ પીંજારા રહે.પંચાસર રોડ મોરબીએ મૃતક નવઘણ સાથે કોઇ વાતે મગજમારી કરીને બોલાચાલી કરીને ગાળો આપી હતી જેથી કરીને મૃતક નવઘણે ગાળ આપવાની ના પાડતાં મોહસીન ઉર્ફે ગજની પિંજારો ઉશ્કેરાઇ ગયો હતો અને નવઘણને જાનથી મારી નાંખવાના ઇરાદે છરી જેવા તિક્ષ્ણ હથિયાર વડે નવઘણના છાતીના ડાબા ભાગે એક ઊંડો જીવલેણ ઘા ખુન્સપુર્વક મારી દેતા ઇકો કારમાં નવઘણને સારવારમાં મોરબી સિવિલે પહોંચાડવામાં આવ્યો હતો જોતે તે દવાખાને પહોંચે તે પહેલા જ નવઘણ રબારીનું પ્રાણપંખેરૂ ઊડી ગયુ હતુ અને બનાવ હત્યામાં પલ્ટાયો હતો.બનાવને પગલે મૃતકના કાકા મનુભાઈ પાંચાભાઇ અજાણા જાતે રબારી (૫૧) રહે.વાવડી રોડ ભગવતીપરા મોરબીએ હુમલાખોર મોહસીન ઉર્ફે ગજની કરીમ પીંજારા રહે.મોરબી પંચાસર રોડ વાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ગુનો નોંધીને પીઆઇ આલ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અત્રે નોંધનીય છે કે જિલ્લામાં છેલ્લા છએક માસમાં મર્ડરના અનેક બનાવો બન્યા છે. જેમાં મમુ દાઢી હત્યા પ્રકરણ, પાલીકાના પૂર્વ ચેરમેન અને મુસ્લિમ અગ્રણી ફારૂકભાઇ અને તેમના દિકરાની હત્યા, જોગડ ગામે ઢોર ચરાવવા બાબતે ડબલ મર્ડર, કાંતીનગર વિસ્તારમાં મહિલા બુટલેગર દ્વારા પ્રેમી સાથે મળીને પતિનું મર્ડર, રામઘાટ પાસે બહેનના પૂર્વ પ્રેમીની છરીના ઘા ઝીંકીને કરાયેલી હત્યા, હળવદના પંચમુખી ઢોરામાં વિસ્તારમાં લાકડી ફટકારીને આધેડની હત્યા, વેણાસર ગામે યુવાન ઉપર કાર ચડાવીને કરવામાં આવેલી નિર્મમ હત્યા સહિત અનેક મર્ડરો થયા છે. છેલ્લા ચાર દિવસમાં જ સતત દરોજ એક મર્ડર થયા છે..! જેમાં મોરબીના મકનસર પાસે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં માવાના બાકી પૈસા માંગતા તલવાર વડે કરાયેલ હુમલામાં સારવાર દરમ્યાન યુવાનનું મર્ડર, હાથ ઉછીમા પૈસા માંગતા પૈસા નથી તેમ કહેતા મોરબીના સામાકાંઠે માળીયા વનાળીયા સોસાયટીમાં છરી વડે યુવાનનું મર્ડર અને ગત મોડી રાતના સાડા બારેક વાગ્યે પંચાસર રોડ પર ગાળ દેવાની ના પાડતા રબારી યુવાનનું મર્ડર એમ છેલ્લા ચાર દિવસમાં અને છેલ્લા થોડા સમયમાં જિલ્લામાં ખુબ મોટી સંખ્યામાં હત્યા તેમજ જીવલેણ મારામારીના બનાવો બની રહ્યા હોય ગૃહ વિભાગ દ્વારા મોરબીમાં "કડક અધિકારી" મૂકવામાં આવે તેવી પ્રબુધ્ધ નાગરિકોમાંથી માંગ ઉઠી રહી છે.