મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક ડમ્પરના ઠાંઠામાં એસટી બસ અથડાતાં અકસ્માત: ડ્રાઈવર સહિત બેને ઇજા થતાં સારવારમાં


SHARE











માળીયા (મી) નજીક ડમ્પરના ઠાંઠામાં એસટી બસ અથડાતાં અકસ્માત: ડ્રાઈવર સહિત બેને ઇજા થતાં સારવારમાં

માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ આરામ હોટલ સામેથી એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે આગળ જતા અજાણ્યા ડમ્પરના ઠાંઠામાં બસનો ખાલી સાઇડનો ભાગ અથડાયો હતો જેથી કરીને ડ્રાઇવર અને મુસાફરને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે બસના કંડકટર દ્વારા એસટી બસના ડ્રાઈવર સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ પંચમહાલ જિલ્લાના ડોકવા બારીયા ફળિયુંના રહેવાસી અને એસટી વિભાગમાં કંડકટર તરીકે ફરજ બજાવતા જગતસિંહ ઉદેસિંહ મકવાણા (55)એ હાલમાં એસટી બસ નંબર જીજે 18 ઝેડ 1296 ના ડ્રાઇવર કનુભાઈ ભીમાભાઇ બારીયા રહે. હડપ મોરવા જીલ્લો પંચમહાલ વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, કચ્છ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ આરામ હોટલ પાસેથી આરોપી પોતાના હવાલા વાળી એસટી બસ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પોતાની તથા બસમાં બેઠેલા મુસાફરોની જિંદગી જોખમાઈ તે રીતે આગળ જઈ રહેલા અજાણ્યા ડમ્પરના ઠાઠામાં બસનો ખાલી સાઇડનો ભાગ અથડાવ્યો હતો જેથી બસમાં બેઠેલા મુસાફરો પૈકી કૈલાશભાઈ મકનભાઈ પરમારને દાઢીના ભાગે ઇજા થઈ હતી જ્યારે બસના ડ્રાઇવરને જમણા પગે એડીના ભાગે ઇજા થતાં પાંચ ટકા આવ્યા હતા અને પેટ તેમજ ડાબી આંખ ઉપરના ભાગે ઈજા થઈ હતી જેથી તે બંને સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં બસના કંડકટર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બસના ડ્રાઇવર સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.






Latest News