માળીયા (મી) નજીક ડમ્પરના ઠાંઠામાં એસટી બસ અથડાતાં અકસ્માત: ડ્રાઈવર સહિત બેને ઇજા થતાં સારવારમાં
માળીયા (મી)ના મોટી બરાર ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા, એક ફરાર
SHARE






માળીયા (મી)ના મોટી બરાર ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા, એક ફરાર
માળીયા (મી)ના મોટી બરાર ગામે સુરાપુરાના મંદિરની પાછળના ભાગમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી હતી જો કે, પોલીસે સ્થળ ઉપરથી 6 શખ્સોને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 6,380 ની રોકડ કબજે કરેલ છે અને નાસી છૂટેલા એક શખ્સને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા તાલુકાના મોટી બરાર ગામે સુરાપુરાના મંદિરની પાછળના ભાગમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કિશોરભાઈ મગનભાઈ ખંડોલા (34) રહે. મોટી બરાર, પ્રભાતભાઈ મેણંદભાઈ ડાંગર (61) રહે. જસાપર, દેવદાનભાઈ નરસંગભાઇ કાનગડ (62) રહે. જસાપર, પરબતભાઈ ખીમાભાઈ ચાવડા (76) રહે. મોટી બરાર, એભલભાઈ ભવાનભાઈ ડાંગર (59) રહે. મોટી બરાર અને ગોરધનભાઈ શામજીભાઈ બોરીચા (64) રહે. મોટી બરાર વાળા મળી આવ્યા હતા જેની પાસેથી પોલીસે 6,380 ની રોકડ કબજે કરી હતી જોકે તકનો લાભ લઈને મહેશભાઈ ડાંગર રહે. મોટી બરાર વાળા નાસી ગયેલ હતો જેથી કરીને પોલીસે હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાત શખ્સોની સામે ગુનો નોંધીને નાસી છૂટેલા મહેશભાઈ ડાંગરને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

