માળીયા (મી)ના મોટી બરાર ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા, એક ફરાર
વાંકાનેરમાં ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ
SHARE






વાંકાનેરમાં ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ
વાંકાનેર શહેરમાં આવેલ રસાલા રોડ રામદેવ મોબાઇલ શોપ દુકાને સામે જાહેરમાં ક્રિકેટ મેચ ઉપર હારજીતનો જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રનફેરનો જુગાર રમતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે રોકડ તથા મોબાઇલ મળીને 6,650 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરીને આરોપીની ધરપકડ કરી હતી અને આરોપી જેની પાસે સોદા લખાવતો હતો તેનું પણ નામ સામે આવ્યું હોય હાલમાં બે શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
જાણવા મળતી માહિતી પ્રમાણે ટાટા આઈપીએલ ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ ચાલી રહી છે જેમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ ટીમ વચ્ચે મેચ રમાઈ રહી હતી દરમિયાન મોબાઇલ ફોન ઉપર વાતચીત કરીને રનફેરનો હાર જીતનો જુગાર રમતા હોવાની વાંકાનેર સિટી પોલીસની ટીમને હકીકત મળી હતી જેના આધારે વાંકાનેરમાં આવેલ રસાલા રોડ રામદેવ મોબાઇલ શોપ સામે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ક્રિકેટ સટ્ટો રમતા વિવેકભાઈ ઉર્ફે બોબી વિનયચંદ્ર મારુ (49) રહે. જાપા શેરી મેઇન બજાર વાંકાનેર વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 1650 રૂપિયાની રોકડ તથા 5000 રૂપિયાની કિંમતમાં મોબાઈલ મળીને 6,650 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તે ક્રિપાલસિંહ ઝાલા નામના વ્યક્તિ સાથે સોદા લખાવતો હોવાનું સામે આવ્યું છે જેથી બંને શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

