હળવદમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી અમરેલીના બગસરામાંથી ઝડપાયો
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મોરબીના ઉમા હોલ ખાતે વિવિધ કાર્યક્રમો સંદર્ભે બેઠક યોજાઇ
SHARE






ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મોરબીના ઉમા હોલ ખાતે વિવિધ કાર્યક્રમો સંદર્ભે બેઠક યોજાઇ
મોરબીના ઉમા હોલ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત તા.૬ એપ્રિલના રોજ પાર્ટી સ્થાપના દિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો તેમજ તા.૧૪ એપ્રિલના રોજ ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકર જયંતિ નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમો સંદર્ભે પ્રદેશની સૂચના અનુસાર મોરબી જિલ્લા સ્તરની બેઠક લેવામાં આવી હતી. ત્યારે આગામી કાર્યક્રમો સૌના પ્રયાસથી સુચારુ રૂપે સુદ્રઢતા પૂર્વક તમામ મંડળથી લઇ બુથ સ્તર સુધી પરિપૂર્ણ થાય તે દિશામાં માર્ગદર્શન તેમજ સૂચના આપવામાં આવી હતી. આ તકે આ બેઠકમાં મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી હિતેશભાઈ ચોધરી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, જેઠાભાઈ મિયાત્રા, કે.એસ.અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન જેઠાભાઈ પારેઘી, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ હીરાભાઈ ટમારીયા સહિતના પાર્ટીના આગેવાનો, મંડળના પ્રમુખ-મહામંત્રીઓ, જિલ્લાના વિવિધ મોરચા અને સેલના પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

