ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મોરબીના ઉમા હોલ ખાતે વિવિધ કાર્યક્રમો સંદર્ભે બેઠક યોજાઇ
માળીયા(મિ) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે એસટીના ભાડામાં કરાયેલ વધારો પાછો ખેંચવા કરી મંત્રી સમક્ષ માંગ
SHARE






માળીયા(મિ) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે એસટીના ભાડામાં કરાયેલ વધારો પાછો ખેંચવા કરી મંત્રી સમક્ષ માંગ
ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા ભાડામાં ૧૦ ટકા જેટલો વધારો કરેલ છે જેથી કરીને ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને તેનો માર પડે તેવી પરિસ્થિતિ ઊભી થયેલ છે જેથી કરીને માળીયા(મિ) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા વાહનવ્યવહાર નિગમના કેબિનેટ મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલીક ધોરણે ભાવવધારો પરત ખેંચવાની માંગ કરવામાં આવેલ છે.
માળીયા(મિ) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદીપભાઈ કલારિયા વાહનવ્યવહાર નિગમના કેબિનેટ મંત્રી હર્ષકુમાર સંઘવીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, તાજેતરમાં એસ.ટી. નિગમ દ્વારા ભાડામાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવેલ છે. જોકે, મોરબી જીલ્લામાં હાલમાં ડ્રાઈવર તથા કન્ડકટરોની ઘટ છે. અનેક રૂટો પણ બંધ કરવામાં આવેલ છે. જેના કારણે વિદ્યાર્થીઓ તથા મુસાફરો જે તે સ્થળે સમયસર પહોંચી શકતા નથી અને ભારે હાલાકી ભોગવી રહેલ છે. હાલમાં મોંઘવારીએ માઝા મુકેલ છે. અનેક ઉદ્યોગો પડી ભાંગવાના કારણે ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને રોજીરોટી મેળવવી પણ મુશ્કેલ બની ગયેલ છે. ત્યારે એસ.ટી. નિગમ દ્વારા ૧૦ ટકા જેટલો ભાડામાં વધારો કરવાના કારણે ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો "પડયા પર પાટુ" મારવામાં આવી રહ્યું હોય તેવું અનુભવી રહ્યું છે ત્યારે એસ.ટી. નિગમ દ્વારા ભાડામાં જે વધારો કરવામાં આવેલ છે તે પરત ખેંચવામાં આવે તેવી માંગ કરેલ છે.

