મોરબીમાં વધુ એક સ્પાના સંચાલક સામે ગુનો નોંધાયો
SHARE






મોરબીમાં વધુ એક સ્પાના સંચાલક સામે ગુનો નોંધાયો
મોરબીમાં સર્કિટ હાઉસની બાજુમાં વિકાસ શોપિંગ સેન્ટર આવેલ છે જેમાં સનમૂન સ્પા આવેલું છે તેને પોલીસે ચેક કર્યું હતું ત્યારે સ્પામાં કામ કરતાં સ્ટાફની માહિતી પોલીસને આપેલ ન હતી જેથી કરીને જિલ્લા કલેકટરના જાહેરમાનો ભંગ થતો હોય સ્પાના સંચાલકની ધરપકડ કરીને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર રોડ ઉપર સર્કિટ હાઉસની બાજુમાં આવેલ વિકાસ શોપિંગ સેન્ટરમાં બીજા માળે સનમૂન સ્પા આવેલ છે ત્યાં પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં કામ કરતા કર્મચારીઓની વિગત મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ ન હોવાનું સામે આવ્યું હતું જેથી જિલ્લા કલેકટરના જાહેરમાનો ભંગ થતો હોય સ્પાના સંચાલક સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી ભાવેશભાઈ સદાશિવભાઈ કામકાર (30) રહે. હાલ સર્કિટ હાઉસની બાજુમાં વિકાસ શોપિંગ સેન્ટર મહેન્દ્રનગર રોડ મોરબી મૂળ રહે. વડોદરા વાળાની ધરપકડ કરી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

