વાંકાનેરના વરડુસર ગામે શાળાના નવા બિલ્ડિંગનું ધારાસભ્યએ કર્યું લોકાર્પણ
SHARE






વાંકાનેરના વરડુસર ગામે શાળાના નવા બિલ્ડિંગનું ધારાસભ્યએ કર્યું લોકાર્પણ
વાંકાનેરના વરડુસર ગામે નવનિર્મિત શાળાનું લોકાર્પણ સહિત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે જુદીજુદી સ્પર્ધામાં વિજેતા બનેલા વિધાર્થીઓ અને શાળામાંથી નિવૃત્ત થયેલ શિક્ષકોના સન્માન પણ કરવામાં આવ્યા હતા આ તકે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ ધર્મેન્દ્રસિંહ ઝાલા, કોળી સમાજના અગ્રણી અશ્વિનભાઈ મેઘાણી સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હજાર રહ્યા હતાં. અને ત્યારે શાળાના જે વિધાર્થીઓ રાજ્યકક્ષાએ રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તે વિધાર્થીઓને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ભવિષ્યમાં તેઓ વધુને વધુ સફળતા પ્રાપ્ત કરો તેવી શુભકામના પાઠવી હતી.

