મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારી મંડળનું ચતુર્થ સ્નેહમિલન યોજાશે
માળીયા (મી)ના ખાખરેચી ગામે મકાનમાં જુગારની રેડ, ઘરધણી સહિતા આઠની ૬૭,૭૦૦ ની રોકડ સાથે ધરપકડ
SHARE







માળીયા મિંયાણા તાલુકા પોલીસની ટીમે ખાખરેચી ગામે રહેણાંક મકાનમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા આઠ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ ૬૭,૭૦૦ સાથે પકડી પાડ્યા હતા અને માળીયા મીંયાણા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
માળીયા મિંયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.સી.ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.કે.જાડેજા સહિતની ટીમ કામ કરી રહી હતી તેવામાં રાજેન્દ્રસિંહ સોલંકી તથા મુમાભાઇ કલોત્રાને સંયુકતરાહે મળેલ બાતમી હકીકત આધારે માળીયા (મ) તાલુકાના ખાખરેચી ગામે જયેન્દ્રસિંહ ભુરૂભા જાડેજાના રહેણાંક મકાને જુગારની રેડ કરી હતી ત્યારે ધરઘણી સહિત કુલ આઠ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. જેમા સુરેશભાઈ જગજીવનભાઈ પારેજીયા (૪૨) રહે. ખાખરેચી, દિનેશભાઇ લખમણભાઈ વરસડા (૫૫) રહે. અણીયારી, ચેતનભાઈ કાંતિલાલ પારેજીયા (૩૮) રહે. રવાપર ઘુનડા રોડ, બાલાજી ફલેટ નં.૪ મોરબી, મનસુખભાઈ મુળજીભાઈ ફુલાણી (૫૩) રહે. ખાખરેચી, પ્રવિણભાઇ પ્રભુભાઈ કાલરીયા (૫૦) રહે. રોહિશાળા, કમલેશભાઇ ભાણજીભાઈ માકાસણા (૪૦) રહે. ખાખરેચી, જીતુભાઇ ધીરજભાઈ પારેજીયા (૪૨) રહે. રવાપર રોડ, ગજાનંદ સોસાયટી, ફલેટ નં.૩૦૨ મોરબી અને જયેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા (૪૨) રહે. ખાખરેચી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રોકડા ૬૭,૭૦૦ કબજે કરેલ છે. આ કામગીરી પીઆઇની સુચના મુજબ પીએસઆઇ ડી.કે.જાડેજા તથા સુરેશભાઈ પરમાર, સમરથસિંહ ઝાલા, ફતેસંગ પરમાર, રાજેન્દ્રસિંહ સોલંકી, નંદલાલભાઈ મકવાણા વિપુલભાઇ કણઝરીયાએ કરી હતી.

