મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર પાસેની ૧૭ સોસાયટી હવે આર્ય નગર ગામથી ઓળખાશે


SHARE













ટંકારાના જબલપુર પાસેની ૧૭ સોસાયટી હવે આર્ય નગર ગામથી ઓળખાશે

ટંકારા અને જબલપુર વચ્ચેની સોસાયટી હવે આર્ય નગર ગામથી ઓળખાશે અને અલગ પંચાયતને મંજૂરીની મહોર લાગી નવા ગામનુ નામ મહર્ષિ દયાનંદ સરસ્વતીને ધ્યાનમાં રાખીને આર્ય નગર પાડયું છે છેલ્લા બે દશકાથી સુવિધા અને સગવડને લોકો જંખતા હતા જો કે, હવે વિકાસને વેગ મળશે તેવું લોકો કહી રહ્યા છે અને સ્થાનિક લોકોએ મંત્રી બ્રિજેશ મેરજા અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો 

ટંકારા શહેરની ભાગોળે નહીં પરંતુ બોર્ડર ઉપર વસેલી જબલપુર ગામના રેવન્યુ સર્વે નંબર ધરાવતી જુદી-જુદી ૧૭ સોસાયટીઓને શહેરી કે ગામડા પ્રકારની કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા નાસીપાસ થયેલા ૧૨૦૦ જેટલા રહીશો દ્વારા અલગ ગ્રામ પંચાયતની રચના કરવા માંગ ઉઠાવી હતી જેથી સ્થાનિક સમસ્યાનુ સમાધાન કરી શકાય ત્યારે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા ઋષિની ભુમીને શોભે એવુ આર્ય નગર નામકરણ કરી નવી પંચાયતને મંજુરીની મહોર મારી હતી આ નવા ગામમા હરીઓમનગર- , હરિઓમનગર -૨, બાલાજી પાર્ક, ક્રિષ્ના પાર્ક, ધર્મભકિત સોસાયટી, અયોધ્યાપૂરી સોસાયટી, દેવનગર, રાજધાની પાર્ક, જામીનારાયણ નગરઅવધ પાર્ક, આર્યનગર, પ્રભુનગર સોસાયટી, સરદારનગર -૧, સરદારનગર -૨, સરદારનગર-૩, શ્યામ પાર્ક અને મહાલક્ષ્મી  પાર્કનો સમાવેશ થયો છે અત્યાર સુધી જબલપુર ગામના એક નવાપરા વિસ્તાર તરીકે જાણીતી આ સોસાયટી હવે નવા ગામની ઓળખ મળી છે. જેથી કૈરને સ્થાનિક આગેવાન નાનજીભાઈ મેરજાએ ગુજરાત નહી વિશ્વનું ગૌરવ દયાનંદ સરસ્વતીને શોભે એવુ નામકરણ બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News