મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશ વિતરણ શરૂ મોરબી મહાપાલિકા આમાં શું વાહન ચાલકને દંડ કરશે ? વાંકાનેર શહેર-તાલુકામાં પોલીસ દ્વારા 350 જેટલી દીકરીઓને આપવામાં આવી સ્વરક્ષણની તાલીમ: આઇજીની હાજરીમાં યોજાયો સમાપન સમારોહ મોરબી નજીક કારખાનામાં ઉલ્ટી થતાં રૂમમાં જઈને સૂઈ ગયેલ યુવાન ઉઠ્યો જ નહીં માળીયા-જામનગર રોડે કારમાંથી 400 લિટર દારૂ ઝડપાયો, 3.80 લાખનો મુદામાલ કબજે: આરોપી ફરાર માટીની આડમાં દારૂની હેરફેરી: માળીયા (મિં)ની ભીમસર ચોકડી પાસેથી 156 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર સાથે બે ઝડપાયા, માલ મોકલાવનારની શોધખોળ ટંકારાના ઘુનડા (સ.) નજીક ત્યજી દેવાયેલ બાળકના માતા-પિતા નક્કી કરવા માટે DNA સેમ્પલ લેવાયા: દંપતી જમીન મુક્ત-બાળક રાજકોટની સંસ્થામાં મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા જાહેર રજામાં પણ કાર્યરત !
Breaking news
Morbi Today

હળવદમાં લઘુશંકા કરવા ધાબા ઉપરથી નીચે જઈ રહેલ યુવાન પગથિયું ભૂલી જતાં નીચે પટકાવાથી મોત


SHARE















હળવદમાં લઘુશંકા કરવા ધાબા ઉપરથી નીચે જઈ રહેલ યુવાન પગથિયું ભૂલી જતાં નીચે પટકાવાથી મોત

હળવદમાં આવેલ કુંભાર દરવાજા પાસે કરાચી કોલોની રઘુવંશી એપાર્ટમેન્ટમાં રાત્રિ દરમિયાન લઘુશંકા કરવા માટે યુવાન ઉઠ્યો હતો અને તે યુવાન સીડીમાં પગથિયું ભૂલી જતા ધાબા ઉપરથી નીચે ટકાયો હતો જેથી તેને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી અને તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકા પાસે આવેલ તગડી ગામના રહેવાસી અને હાલમાં હળવદમાં આવેલ કુંભાર દરવાજા પાસે કરાચી કોલોની રઘુવંશી એપાર્ટમેન્ટ ખાતે રહેતા નાગરભાઈ હનુભાઈ કોગતિયા (47) નામનો યુવાન રાત્રિના સમયે ધાબા ઉપર સૂતો હતો અને ત્યાંથી તે લઘુશંકા કરવા માટે થઈને ઊભો થઇને જતો હતો ત્યારે સીડીનું પગથિયાં ભૂલી જતા ધાબા ઉપરથી તે નીચે ટકાયો હતો જેથી તેને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતો અને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની જસમતભાઈ જગમાલભાઇ કુનપરા (45) રહે. હાલ કરાચી કોલોની રઘુવંશી એપાર્ટમેન્ટ કુંભાર દરવાજા પાસે હળવદ મૂળ રહે. તગડી ગામ તાલુકો ધંધુકા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News