હળવદમાં લઘુશંકા કરવા ધાબા ઉપરથી નીચે જઈ રહેલ યુવાન પગથિયું ભૂલી જતાં નીચે પટકાવાથી મોત
ટંકારાના મીતાણા પાસે વાડીએ ખુલ્લા કમ્પાઉન્ડમાં સૂતેલા યુવાન ઉપર ત્રણ અજાણ્યા શખ્સનો હુમલો
SHARE








ટંકારાના મીતાણા પાસે વાડીએ ખુલ્લા કમ્પાઉન્ડમાં સૂતેલા યુવાન ઉપર ત્રણ અજાણ્યા શખ્સનો હુમલો
ટંકારાના મીતાણા ગામે ડેમ પાસે આવેલ વાડીએ રાત્રીના સમયે ખુલ્લા કમ્પાઉન્ડમાં યુવાન સૂતો હતો દરમિયાન અજાણ્યા ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા અને યુવાનને શરીરે ઢીકાપાટુનો તથા માથામાં કોઈ લોખંડની વસ્તુ વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ત્રણ શખ્સની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામે હાકડીયા પીરની દરગાહ પાસે આવેલ વાડીએ રહેતા અને ખેતી કામ કરતા અમિતભાઈ રહીમભાઈ ઠેબા (30)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓ પોતાની વાડીએ આવેલ ઘરની બાજુમાં ખુલ્લા કમ્પાઉન્ડમાં રાત્રી દરમિયાન સુતા હતા ત્યારે ગત તા. 12/4 ના રોજ રાત્રિના બે વાગ્યાના અરસામાં અજાણ્યા ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા અને કોઈપણ કારણોસર યુવાનને ઢિકાપાટુનો માર માર્યો હતો તેમજ માથામાં કોઈ લોખંડની વસ્તુ વડે મારમારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

