મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા જાહેર રજામાં પણ કાર્યરત !
ટંકારાના ઘુનડા (સ.) નજીક ત્યજી દેવાયેલ બાળકના માતા-પિતા નક્કી કરવા માટે DNA સેમ્પલ લેવાયા: દંપતી જમીન મુક્ત-બાળક રાજકોટની સંસ્થામાં
SHARE








ટંકારાના ઘુનડા (સ.) નજીક ત્યજી દેવાયેલ બાળકના માતા-પિતા નક્કી કરવા માટે DNA સેમ્પલ લેવાયા: દંપતી જમીન મુક્ત-બાળક રાજકોટની સંસ્થામાં
મોરબી જિલ્લાના ઘુનડા (સ.) ગામ નજીકથી થોડા દિવસો પહેલા જમીનમાં મીઠી નાખીને દાટી દિધેલ હાલતમાં જીવીત બાળક મળી આવ્યુ હતુ જેથી પોલીસે અજાણી મહિલાની સામે ગુનો નોંધીને બાળકને ત્યજી દેનાર આરોપીને પકડવા માટે તજવીજ કરી રહ્યા હતા તેવામાં નવજાત બાળકને ત્યજી દેનાર આરોપી દંપતિની ધરપકડ કરી હતી અને આ બંને હાલમાં જમીન મુક્ત થયેલ છે જો કે, બાળકને રાજકોટ ખાતે સંસ્થામાં જ રાખવામા આવેલ છે અને ડીએનએ સેમ્પલ લેવામાં આવેલ છે તેના રિપોર્ટ આધારે બાળકના માતા પિતા નક્કી થશે તેવું જાણવા મળેલ છે.
સામાન્ય રીતે જેને સંતાન ન થતાં તેવા દંપતી સંતાન માટે માનતાઓ રાખતા હોય છે જો કે, સંતાન આવ્યા બાદ તેણે રસ્તે રજડતું મૂકીને મોતના મુખમાં ધકેલવામાં આવે બનાવો પણ કયારેક સામે આવતા હોય છે તાજેતરમાં જ ટંકારાના ઘુનડા (સ.) ગામ પાસે વીડી વિસ્તારમાં જમીનમાંથી ખાડો ખોદી તેમાં મીઠી નાખીને એક માસૂમ બાળકને દાટવામાં આવ્યું હતું જો કે, જમીનમાંથી બાળકને રડવાનો અવાજ આવ્યો હતો જેથી ત્યાં હાજર રહેલા લોકોએ માટી દૂર કરી હતી તો જમીનમાંથી જીવિત બાળક મળી આવ્યું હતું માટે તેને તાત્કાલિક સારવારમાં ખસેડીને પોલીસે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરી હતી અને અજાણી મહિલાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આરોપી દંપતી દક્ષાબેન રમેશભાઇ ઠાકોર અને તેના પતિ રમેશભાઈ પ્રેમજીભાઈ ઠાકોર રહે. બંન્ને ભાભર જીલ્લો બનાસકાંઠા વાળાની ટંકારા પોલીસે ધરપકડ કરી હતી અને હાલમાં તે બંને જમીન મુક્ત થયેલ છે.
જો કે, માત્ર ચાર જ દિવસના બાળકને શા માટે ત્યજી દેવામાં આવ્યું હતું તેની પોલીસે તપાસ કરતાં એવી માહિતી સામે આવી હતી કે, આરોપી પતિને આ સંતાન તેનું ન હોવાનું લાગતું હતું કેમ કે, તેની પત્ની રિસામણે હતી ત્યારે તે પ્રેગ્નેટ થઈ હતી જેથી આઓપી મહિલાના ચારિત્ર્ય ઉપર તેના પતિને શંકા હતી જેથી બંને બાળકને જન્મ આપીને ત્યજી દેવાનું નક્કી કર્યું હતું અને એટલા જ માટે ઘુનડા ગામ પાસે વિડીમાં બાળકને મારી નાખવાના ઇરાદે ત્યજી દેવામાં આવ્યું હતું જો કે, “રામ રાખે તેને કોણ ચાખે” તે ઉક્તિ અહી સાબિત થયેલ છે.
વધુમાં ટંકારાના પીઆઇ કે.એમ. છાસિયાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, બાળક જયારે મળી આવ્યું હતું ત્યારે તેના શરીર ઉપર સામુહીક આરોગ્ય કેન્દ્ર ભાભર લખેલ કપડું હતુ જેના ઉપરથી તપાસ કરતાં આરોપી દંપતીને પકડવા માટેની પોલીસે સફળતા મળેલ છે. હાલમાં બાળકને રાજકોટની સંસ્થા ખાતે રાખવામા આવેલ છે અને આરોપી દંપતી જમીન મુક્ત થયેલ છે જો કે, બાળકના માતા પિતા નક્કી કરવા માટે હાલમાં ડીએનએ સેમ્પલ લેવામાં આવેલ છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ બાળકના માતા પોતા કોણ છે તે સ્પષ્ટ થશે. ઉલેખનીય છેકે, બાળકની માતાઓ પકડાયેલ આરોપી મહિલા જ છે તેમાં શંકા નથી પરંતુ મહિલાના પતિને આ બાળક તેનું ન હોવાની જે શંકા છે તેનું સમાધાન તો ડીએનએ રિપિર્ટ આવશે પછી જ દૂર થશે તે નિશ્ચિત છે.

