સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

માટીની આડમાં દારૂની હેરફેરી: માળીયા (મિં)ની ભીમસર ચોકડી પાસેથી 156 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર સાથે બે ઝડપાયા, માલ મોકલાવનારની શોધખોળ


SHARE

















માટીની આડમાં દારૂની હેરફેરી: માળીયા (મિં)ની ભીમસર ચોકડી પાસેથી 156 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર સાથે બે ઝડપાયા, માલ મોકલાવનારની શોધખોળ

માળીયા (મિં)ની ભીમસર ચોકડી નજીક હાઇવે રોડ ઉપરથી ટ્રક ટ્રેલર પસાર થઈ રહ્યું હતું અને તેમાં માટી ભરેલ હતી જો કે, તેને રોકીને ચેક કરવામાં આવતા માટીની આડમાં દારૂની જુદીજુદી બ્રાન્ડની બોટલોની હેરફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે દારૂની 156 બોટલ તેમજ વાહન મળીને 21,62,660 નો મુદામાલ કબજે કરીને બે શખ્સની ધરપકડ કરેલ છે. અને માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માલ મોકલાવનાર સહિત ત્રણ શખ્સોની સામે ગુનો નોંધાયેલ છે.

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સુચના મુજબ પીએસઆઈ બી.ડી.ભટ્ટ તેમજ સ્ટાફના માણસો કામ કરી રહ્યા છે તેવામાં જિજ્ઞાશાબેન કણસાગરા અને સુરેશભાઇ હુંબલને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, સામખીયાળી તરફથી ટ્રક ટ્રેલર નં. આરજે 32 જીડી 2544 આવેલ છે તેમાં પાછળના ભાગે તાલપત્રી બાંધેલ છે આ ટ્રક ટ્રેલરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. જેથી એલસીબીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માળીયા (મિં) ના ભીમસર ચોકડી નજીકથી આ બાતમી વાળો ટ્રક ટ્રેલર પસાર થતાં તેને ઓવરબ્રીજના સર્વીસ રોડ પાસે રોકવામાં આવેલ હતો અને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે ટ્રક ટ્રેલરમાં ભરેલ માટીની આડમાં દારૂની અલગ-અલગ બ્રાંડની બોટલોની હેરફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું.

હાલમાં પોલીસે દારૂની 156 બોટલ જેની કિંમત 1,62,660 તેમજ 20 લાખનું વાહન આમ કુલ મળીને 21,62,660 નો મુદામાલ કબજે કર્યો છે અને આરોપીમાં ટ્રક ટ્રેલરના ડ્રાઇવર સોહનસિંગ નંદુસિંગ રાવત રહે. દેવરી મસુદા રોડ તાલુકો મસુદા જીલ્લા બ્યાવર અને ક્લીનર જસવંતસિંગ નેપાલસિંગ રાવત રહે. ન્યા ગામ સારોટ તાલુકો ભીમ જીલ્લો બ્યાવર વાળની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો ટ્રકમાં ભરીને માલ મોકલનાર તરીકે ઓમસિંગ ઉર્ફે ઓમ પ્રકાશ રાવત રહે. બ્યાવર રાજસ્થાન વાળાનું નામ સામે આવેલ છે જેથી કરીને માળીયા (મિં) પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને માલ મોકલાવનાર આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. 




Latest News