વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા-જામનગર રોડે કારમાંથી 400 લિટર દારૂ ઝડપાયો, 3.80 લાખનો મુદામાલ કબજે: આરોપી ફરાર


SHARE

















માળીયા-જામનગર રોડે કારમાંથી 400 લિટર દારૂ ઝડપાયો, 3.80 લાખનો મુદામાલ કબજે: આરોપી ફરાર

માળીયા-જામનગર હાઇવે રોડ ઉપર આવેલ માળીયા રેલ્વે ફાટક પાસેથી કાર પસાર થઈ રહી હતી જેને એલસીબીની ટીમે રોકી હતી ત્યારે પોલીસ ગાડી પાસે પહોચી ત્યાં આરોપી તેની કારને છોડીને નાસી ગયો હતો જેથી પોલીસે ગાડીને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી 400 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 80 હજારનો દારૂ તેમજ કાર મળીને 3.80 લાખનો મુદામાલ કબજે કરેલ છે.

મોરબી જિલ્લા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્ટાફના ઇશ્વરભાઇ કલોતરા અને ભરતભાઇ જીલરીયામાળીયા (મિં) તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન માળીયા-જામનગર હાઇવે રોડ માળીયા રેલ્વે ફાટક પાસે આવતા સામેથી એક ફોર વ્હીલ ગાડી આવતી હતી અને તે ગાડી દેખીતી રીતે શંકાસ્પદ જણાતી હતી જેથી કરીને ગાડીના ચાલકને હાથનો ઇશારો કરીને ગાડી ઉભી રાખવા કહ્યું હતું જેથી કરીને કારના ચાલકે તેની કારને રોડની સાઇડે ઉભી રાખેલ હતી અને પોલીસ તેની પાસે ગયેલ હતી અને કારના ચાલકને પોલીસ હોવાની શંકા જતા તે પોતાના હવાલા વાળી કારને ત્યાં જ છોડીને નાશી ગયેલ હતો જેથી તે કારને ચેક કરી હતી ત્યારે કાર નંબર જીજી 3 જીએલ 0392 માંથી 400 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 80 હજારનો દારૂ અને ત્રણ લાખની કાર આમ કુલ મળીને 3.80 લાખના મુદામાલને કબજે કર્યો  છે અને કાર તેમજ દારૂનો જથ્થો છોડીને નાસી ગયેલા કારના ચાલક સામે માળીયા (મિં) તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 




Latest News