માળીયા-જામનગર રોડે કારમાંથી 400 લિટર દારૂ ઝડપાયો, 3.80 લાખનો મુદામાલ કબજે: આરોપી ફરાર
મોરબી નજીક કારખાનામાં ઉલ્ટી થતાં રૂમમાં જઈને સૂઈ ગયેલ યુવાન ઉઠ્યો જ નહીં
SHARE








મોરબી નજીક કારખાનામાં ઉલ્ટી થતાં રૂમમાં જઈને સૂઈ ગયેલ યુવાન ઉઠ્યો જ નહીં
મોરબીના રાજપર ગામની સીમમાં આવેલ કારખાનામાં કામ કરતા સમયે શ્રમિક યુવાનને ઉલટી થઈ હતી ત્યારબાદ તે રૂમમાં જઈને સૂઈ ગયો હતો અને બીજા દિવસે સવારે તેને ઉઠાડતાં હતા પણ તે જાગતો ન હતો જેથી તેને 108 મારફતે તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ ગુરુકૃપા ટ્રેડિંગ કારખાનાની લેબર કોલોનીમાં રહેતો અમરનાથ સુખદેવભાઈ તાંતી (31) નામનો યુવાન તા. 17 ના રોજ કારખાનામાં મજૂરી કામ કરતો હતો ત્યારે તેને અચાનક ઉલટી થઈ હતી જેથી તે યુવાન પોતાના રૂમ ઉપર જઈને સૂઈ ગયો હતો ત્યારબાદ તા. 18 ના રોજ સવારે 7:30 વાગ્યે તેને જમવા તથા મજૂરી કામે જવા માટે ઉઠાડતા હતા પણ તે ઉઠ્યો ન હતો જેથી તેને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની રાજકિશોર ફિરંગીભાઈ તાંતિ (28) રહે. હાલ ગુરુકૃપા ટ્રેડિંગ કારખાનાની લેબર કોલોનીમાં મૂળ રહે બિહાર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દેશી દારૂનો આથો ઝડપાયો
માળીયા (મી)ના વીર વિદરકા ગામથી નવાગામ જવાના રસ્તે તળાવ પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 800 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 20 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અલ્તાફભાઇ હસણભાઇ સંઘવાણી (27) રહે. વીર વિદરકા ગામ માળિયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
બે બોટલ દારૂ સાથે પકડાયો
માળીયા મીયાણાથી કન્ટેનર યાર્ડ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1372 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા 3,000 ની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને 4,372 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી જાકીરહુસેનભાઈ અકબરભાઈ માલાણી (19) રહે. માળિયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂની બોટલો તેને આમીનભાઇ કાજેડીયા રહે. ચરાડવા તાલુકો હળવદ વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

