મોરબી નજીક કારખાનામાં ઉલ્ટી થતાં રૂમમાં જઈને સૂઈ ગયેલ યુવાન ઉઠ્યો જ નહીં
વાંકાનેર શહેર-તાલુકામાં પોલીસ દ્વારા 350 જેટલી દીકરીઓને આપવામાં આવી સ્વરક્ષણની તાલીમ: આઇજીની હાજરીમાં યોજાયો સમાપન સમારોહ
SHARE









વાંકાનેર શહેર-તાલુકામાં પોલીસ દ્વારા 350 જેટલી દીકરીઓને આપવામાં આવી સ્વરક્ષણની તાલીમ: આઇજીની હાજરીમાં યોજાયો સમાપન સમારોહ
વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ દ્વારા મહીલા સુરક્ષા અને સ્વરક્ષણ માટેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીકરીઓને કરાટેની તાલીમ આપવામાં આવી હતી અને કુલ મળીને 350 જેટલી દીકરીઓને મહિલા સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી હતી તેનો ગઇકાલે આઇજી અશોકકુમાર યાદવની હાજરીમાં સમાપન સમારોહ યોજાયો હતો. ત્યારે સાંસદ, પાલિકાના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
રાજકોટના રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ મહીલા અને બાળકો વિરૂધ્ધ બનતા બનાવો અટકાવવા ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી પીઆઇ એચ.એ.જાડેજા અને તાલુકા પીઆઇ ડી.વી.ખરાડી દ્વારા મહીલા અને બાળાઓને સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તાલીમ વાંકાનેરની એલ.કે.સંધવી કન્યા વિધ્યાલય ખાતે આપવામાં આવી હતી જેમાં 15 દિવસ દરમ્યાન સ્વરક્ષણ ટેકનીક તથા કરાટેની તાલીમ આપવામાં આવી હતી જેનો ગઇકાલે સમાપન સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, વાંકાનેર નગરપાલીકા પ્રમુખ ડીમ્પલબેન સોલંકી, મામલતદાર કે.વી.સાનીયા, ચીફ ઓફીસર જી.એસ.સરૈયા, વિધાભારતી એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેરના ટ્રસ્ટી અમરશીભાઇ મઢવી, વીનુભાઇ રૂપારેલીયા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં શ્રી જવાહર-નવોદય વિદ્યાલય જડેશ્વર-કોઠારીયાની 150 વિદ્યાર્થીની, શ્રીમતિ એલ.કે સંઘવી કન્યા વિદ્યાલયની કુલ 200 વિદ્યાર્થીનીઓએ તેઓને આપવામાં આવેલ તાલીમનો ડેમો રજુ કર્યો હતો. આ ઉપરાંત સ્વરક્ષણમાં દુપટ્ટા, પાણીની બોટલ તથા સ્કુલ બેગનો ઉપયોગ કેમ કરવો તેનો પણ લાઇવ ડેમો આપવામાં આવેલ હતો ત્યાર બાદ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને મહેમાનોના હસ્તે દીવ્યાંગ બાળકોને ગીફ્ટ અને રમતગમતના સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા
ખાસ કરીને આ કાર્યક્રમમાં આવેલા વિદ્યાર્થીઓને મોડલ પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનની કામગીરીથી માહીતીગાર કરવામાં આવ્યા હતા તેમજ પોલીસ વિભાગમાં આપવામાં આવતા હથિયારનું પ્રદર્શન પોલીસ હેડકવાર્ટર દ્વારા યોજવામાં આવ્યું હતું અને પીઆઇ એસ.એમ.ચૌહાણ દ્વારા ડેમો આપી તમામ હથિયારની માહીતી વિદ્યાર્થિનીઓને આપવામાં આવી હતી. ત ઉપરાંત શી-ટીમની કામગીરી વિશે મહીલા પીઆઇ પી.એચ.લગધીરકા, ટ્રાફીકના નિયમોની માહિતી પીએસઆઈ ડી.બી.ઠક્કર અને સાઇબર ક્રાઇમ વિષેની માહિતી અને સમજ પીઆઇ કે.કે.દરબાર દ્વારા આપવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમમાં એસ.પી.સી વિધાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી જેને સહુકોઈએ તાળીઓથી વધાવીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
