મોરબીમાં યુવાન ઉપર કુહાડી-ધોકાથી હુમલો-ગંભીર ઈજા, યુવાનને સારવારમાં રાજકોટ ખસેડાયો
મોરબીના નાનીવાવડી નજીક તળાવ કાંઠેથી યુવાનની લાશ મળી: ઇજાના નિશાન હોવાથી હત્યાની આશંકા
SHARE







મોરબીના નાનીવાવડી નજીક તળાવ કાંઠેથી યુવાનની લાશ મળી: ઇજાના નિશાન હોવાથી હત્યાની આશંકા
મોરબીના નાનીવાવડી ગામે આવેલ મંદિરની પાછળના ભાગમાં તળાવ કાંઠેથી યુવાનની મૃત હાલતમાં લાશ મળી આવી છે જે યુવાનના માથા અને શરીર ઉપર ઇજાના નિશાનો જોવા મળી રહ્યા છે જેથી મૃતકના મૃતદેહને પીએમ માટે પ્રથમ મોરબી લાવ્યા હતા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે તેને રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા ભાણજીભાઈ મોતીભાઈ મકવાણા (75)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે નાની વાવડી ગામે આવેલ દશામાના મંદિરની પાછળના ભાગમાં તળાવના કાંઠે તેના દીકરા દિપકભાઈ ભાણજીભાઈ મકવાણા (32)ની મૃત હાલતમાં લાશ પડેલ છે જેથી કરીને તાલુકા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ડી.ડી. જોગેલા સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે મૃતક યુવાનના માથા અને શરીર ઉપર ઇજાના નિશાનો જોવા મળી રહ્યા હોવાથી ફોરેન્સિક પીએમ માટે તેના મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવેલ છે અને મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.
બાળક સારવારમાં
મોરબીના કૂલીનગરમાં રહેતો નવાજ રમજાન ખોખર (4) નામનો બાળક તેના મામા સાથે વીસી ફાટક બાજુ જવાના સ્મશાન રોડ ઉપરથી જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થવાના કારણે બાળકને ડાબા હાથમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
