મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાંથી દારૂ ભરેલ કાર ઝડપાઇ, 5.60 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ


SHARE













મોરબીમાંથી દારૂ ભરેલ કાર ઝડપાઇ, 5.60 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ હોસ્ટેલ પાસેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકવા માટે પોલીસે પ્રયાસ કર્યો હતો ત્યારે કારને રસ્તા ઉપર છોડીને તેનો ચાલક નાસી છૂટી હતો જેથી પોલીસે કારને ચેક કરતા તેમાંથી 300 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને 60,000 ની કિંમતનો દારૂ તથા પાંચ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 5.60 લાખનો મુદામાલ કબજે કરેલ છે અને કારના ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શોભેસ્વર રોડ ઉપર આવેલ બોયઝ હોસ્ટેલ પાસે કાચા રસ્તા ઉપરથી કાર પસાર થઈ હતી ત્યારે તે કારને રોકવા માટે પોલીસ દ્વારા ઈશારો કરવામાં આવ્યો હતો ત્યારે કારચાલક પોતાની કાર સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી કરીને કાર નંબર જીજે 13 સીડી 4736ને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી 300 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને 60 હજાર રૂપિયાની કિંમતનો દારૂ તથા પાંચ લાખ રૂપિયાની કિંમતની ઇકો ગાડી આમ કુલ મળીને 5.60 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને હાલમાં કારના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ભીખાભાઈ હરિભાઈ ચાવડા (60) નામના વૃદ્ધને રાત્રિના સમયે ઘરે હતા ત્યારે કોઈ ઝેરી જીવડું કરડી ગયું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છ

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસે ઓનેસ્ટ હોટલની સામે રસ્તા ઉપર બે ટ્રક અથડાયા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં લક્ષ્મણભાઈ (40) રહે. મુળ રાજસ્થાન હાલ રહે અમદાવાદ વાળાને ઇજાઓ થઈ હોવાથી 108 મારફતે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરી હતી

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા અવચરભાઈ નરસીભાઈ અગેચાણિયા (85) નામના વૃદ્ધ વાડીએથી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઇક ચાલાકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો તેમને ઈજા થઇ હોવાથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News