મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મહિલાઓ અશ્લીલતાનો હિસ્સો ન બની, દેશના નિર્માણ કાર્યમાં યોજદાન આપે: મોરબીમાં યોજાયેલ મહિલા સંમેલનમાં અંજલીબેન આર્યની ટકોર


SHARE













મહિલાઓ અશ્લીલતાનો હિસ્સો ન બની, દેશના નિર્માણ કાર્યમાં યોજદાન આપે: મોરબીમાં યોજાયેલ મહિલા સંમેલનમાં અંજલીબેન આર્યની ટકોર

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સાધના કોમ્પ્લેક્સમાં આર્ટ ઓફ લિવિંગ સેન્ટર હોલ ખાતે આજે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય વેદ વિદુષી હરિયાણાના અંજલીબેન આર્ય દ્વારા મહિલાઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેમણે ખાસ કરીને મહિલાઓને અશ્લીલતાનો હિસ્સો ન બનવા અને ઝાંસીની રાણી જેવા ઐતિહાસિક પાત્રોમાંથી બોધપાઠ લેવાની ટકોર કરી હતી તેમજ મહિલાઓએ સંસ્કાર, સમાજ અને દેશના નિર્માણમાં પોતે યોગદાન આપવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા દેશભક્તિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં આ ટ્રસ્ટ દ્વારા મોરબીમાં જાણતા રાજા શિવાજી મહારાજના જીવન ઉપરના ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે હાલમાં જુદી જુદી જગ્યા ઉપર કાર્યક્રમ યોજાઇ રહ્યા છે દરમિયાન આજે મોરબીના રવાપર રોડે આવેલ આર્ટ ઓફ લિવિંગના સેન્ટર હોલ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય વેદ વિદુષી-હરિયાણાના અંજલિબેન આર્ય દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

આ તકે તેઓએ કહ્યું હતું કે, મહિલાઓ સમાજનો આધાર છે ત્યારે મહિલાઓએ ગુણવત્તા, દેશભક્તિ, નિર્માણ કાર્ય, સંસ્કાર અને સમાજ કાર્યમાં પોતાનું યોગદાન આપવું જોઈએ અને ખાસ કરીને મહિલાઓએ અશ્લીલતાનો હિસ્સો ન બનીને ઝાંસીની રાણી સહિતના જે આપણા ઐતિહાસિક પાત્રો છે તેમાંથી બોધપાઠ લઈને પોતાના જીવનનું નિર્માણ કરવું જોઈએ. આ કાર્યક્રમની અંદર આવેલા બહેનોએ પણ કાર્યક્રમ બાદ કહ્યું હતું કે અંજલિબેન આર્ય દ્વારા જે માહિતીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે આગામી સમયમાં તે લોકોને જીવન ઉપયોગી થશે અને ખાસ કરીને છેલ્લા વર્ષોમાં મહિલાઓમાં જે પુરૂષ સમો વડી થવાની હોડ લાગી છે તેમાં ક્યાંકને ક્યાંક મહિલાઓ રસ્તો ભૂલી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે સીતામાતા, ઝાંસીની રાણી વગેરે જેવા ભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક પાત્રોમાંથી પ્રેરણા લઈને મહિલાઓ આગળ વધે તે અનિવાર્ય છે.




Latest News