મોરબીના જેતપર ગામના ખેડૂતોએ નવી વીજ લાઇનના કામનો કર્યો વિરોધ
SHARE







મોરબીના જેતપર ગામના ખેડૂતોએ નવી વીજ લાઇનના કામનો કર્યો વિરોધ
મોરબીના જેતપર ગામ પાસેથી વીજલાઈન પસાર થઈ રહી છે તેનો ગેઝેટમાં કોઈ ઉલ્લેખ નથી જેથી કરીને ગામના લોકો દ્વારા આ વીજ લાઇનનો વિરોધ કરવામાં આવેલ છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
હાલમાં જેતપર ગામના જે ખેડૂતોએ આવેદનપત્ર આપેલ છે તેમાં જણાવ્યુ છે કે, ખાવડા પુલીંગ સ્ટેશન ફેઝ-૩ પાર્ટ-એ અંતર્ગત રીન્યુએબલ એનર્જીને સ્થળાંતરીત કરવા માટે ભારત સરકારની આંતર રાજ્ય ટ્રાન્સમિશન સ્કીમ હેઠળ 765 KV D/C KPS-2 (GIS)-HALVAD ટ્રાન્સમિશન લાઈન માટેનું કામ કરવામાં આવી રહી છે અને જો કે, ભારત સરકારના ગેઝેટમાં મોરબીના જેતપર ગામનો કોઈ ઉલ્લેખ છે જ નહીં જેથી સરકારની વિદ્યુત લાઈન કંપનીને કામ માટે તા. 1/11/23 ના રોજ શરતોને આધિન મંજુરી આપવામાં આવી હતી. અને તે મંજૂરીમાં પણ જેતપર ગામમાંથી વીજલાઈન પસાર કરવાનો કોઈ હુકમ કરેલ નથી. વિજળી અધિનિયમની કલમ- 68(1) મુજબ મંજુરી મળ્યા બાદ કંપની દ્વારા વિધુત મંત્રાલયમાં પસાર થતા રુટ નો લે-આઉટ આપવામાં આવે અને ત્યાર બાદ ભારત સરકાર દ્વારા મંજુરી આપવામાં આવે અને તેના માટે ગેઝેટ પ્રસિધ્ધ કરવામાં આવે છે તેમાં કયા કયા ગામોમા વીજ લાઈનના ટાવર આવશે તેની માહિતી હોય છે અને આ વિગતવાર ગેઝેટ કરવામાં આવે ત્યાર બાદ વીજ લાઈનના ટાવર પ્રસ્થાપિત કરવા માટે કંપની હકકદાર બને છે જો કે, હાલમાં જે ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં માળિયા તાલુકાના રાપર, પીલુડી, જેતપર ગામ લખવામાં આવ્યા છે. જેમાં મોરબીના જેતપર ગામનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી જેથી પહેલ ગેઝેટમાં સુધારો કરવામાં આવે ત્યાર બાદ વાંધા સૂચનો આવે તેઓ તેના મુદે ચર્ચા કરીને તેનો નિકાલ કરવામાં આવે અને ત્યાર પછી જેતપર ગામની હદમાં જે 20થી વધારે ટાવર આવે છે તેના માટેનું કામ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરેલ છે.
