મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા સંગઠન મજબુત બનાવવા મિટીંગ યોજાઇ
મોરબી નજીક લજાઈ ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
SHARE









મોરબી નજીક લજાઈ ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર લજાઈ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થતું હતું તે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને બાઈક ઉપર બેઠેલા બે વ્યક્તિમાથી એક યુવાનનું મોત નીપજયું છે અને અન્ય એક યુવાનને સારવારમા ખસેડાયો છે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ લજાઈ ચોકડી પાસેથી ટંકારામાં રહેતા મોમિન સમાજના ઉસ્માનભાઈ વલીમામદભાઈ મેસાનિયા અને રહિમભાઈ અલાદીનભાઈ ચૌધરી બાઇક ઉપર જતાં હતા ત્યારે પાછળથી ટ્રક ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માત સર્જાયો હતો જેમાં રહિમભાઈ અલાદીનભાઈ ચૌધરીને વધુ ઇજા થવાથી તેનું ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને વલીમામદભાઈને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં લઈને આવેલ છે આ બનાવની જાણ ટંકારા મોમિન સમાજના લોકોને થતાં સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પોલીસે હાલમાં બનાવની નોંધા કરીને આગળની કાર્યવાહી કરેલ છે
