મોરબીના સીરામીક કારખાનાનો બનાવ : ગરમ પાણીની નાલીમાં પડી જતા એક વર્ષની બાળકીનું મોત
મોરબીના પેટકોક ચોરી કૌભાંડમાં બોગસ નંબર પ્લેટ આધારે પેટકોક ભરેલા બે ટ્રક રાજસ્થાન મોલાવનાર આરોપીની ધરપકડ
SHARE








મોરબીના પેટકોક ચોરી કૌભાંડમાં બોગસ નંબર પ્લેટ આધારે પેટકોક ભરેલા બે ટ્રક રાજસ્થાન મોલાવનાર આરોપીની ધરપકડ
મોરબી જીલ્લામાં પેટકોકના કાળા કારોબારનો પર્દાફાશ એસએમસીની ટિમ દ્વારા કરવામાં આવેલ હતો અને ત્યાર બાદ તાલુક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં એસએમસીની ટીમે મોરબીમાં પેટકોક ભરેલ ટ્રક પકડાયેલ હતા તે વાહનોના નંબરની ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવીને બે પેટકોકની ગાડીને રાજસ્થાન મોકલાવનારા આરોપીની એસએમસીની ટીમે ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગાળા ગામ નજીક ગોડાઉનમાં એસએમસીની ટીમે ગત ડિસેમ્બર માહિનામાં રેડ કરી હતી અને ત્યાર પેટકોક ચોરી, વિશ્વાસઘાત-છેતરપીંડીનો પર્દાફાશ કર્યો હતો અને સ્થળ ઉપરથી પેટકોક સહિત કુલ મળીને 3.57 કરોડનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ હતો ત્યાર બાદ એસએમસીના અધિકારી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને 20 જેટલા શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમથી અત્યાર સુધીમાં કુલ 19 આરોપીઓને પકડવામાં આવેલ છે અને આ ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.
હાલમાં આરોપી સુમિત પેથાભાઈ ગુજરીયા (30) ધંધો ટ્રાન્સપોર્ટ રહે. બીટાવાલડિયા ગામ અંજાર કચ્છ વાળાની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જે સમયે એસએમસીની ટીમે રેડ કરી હતી ત્યારે પેટકોક ભરેલ જે બે ટ્રકને પકડવામાં આવ્યા હતા તેના જે નંબર હતા તે બંને ટ્રકના બોગસ નંબર બનાવીને બીજા બે ટ્રકમાં તે નંબર પ્લેટ લગાવીને બંને ટ્રકમાં પેટકોક ભરીને રાજસ્થાન મોકલાવવામાં આવ્યા હતા આમ બોગસ પુરાવો ઊભો કરવાનો પ્રયાસ આ આરોપી દ્વારા કરવામાં આવ્યો હતો જેથી આરોપીના રિમાન્સ દરમ્યાન ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતા છે.

