વાંકાનેર નજીક 220 કેવી સબ સ્ટેશનમાંથી કેપેસીટર બેન્કના એક રિયક્ટરની ચોરી
મોરબીના સીરામીક કારખાનાનો બનાવ : ગરમ પાણીની નાલીમાં પડી જતા એક વર્ષની બાળકીનું મોત
SHARE








મોરબીના સીરામીક કારખાનાનો બનાવ : ગરમ પાણીની નાલીમાં પડી જતા એક વર્ષની બાળકીનું મોત
મોરબીમાં હજારો પરપ્રાંતીય મજૂર સિરામિક ઉદ્યોગમાં કામ કરતા હોય છે.આવા જ સિરામીકના કારખાનાની અંદર મજૂરી કામ કરીને પેટીયુ રડવા માટે આવેલ પરપ્રાંતિય મજુર પરિવારની એક વર્ષની બાળકી કારખાનાની અંદર ગરમ પાણીની નાલીમાં પડી ગઈ હતી.જેથી શરીરે દાઝી ગયેલ હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલે ખસેડવામાં આવી હતી અને ત્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
રાજકોટ તેમજ મોરબી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ પેન્ટાગોન સીરામીક નામના કારખાનાની મજૂર ઓરડીમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની પાયલ ક્રિષ્નાભાઈ રાવ નામની એક વર્ષની બાળકી કારખાનામાં ગરમ પાણીની નાલીમાં પડી ગઈ હતી.જેથી શરીરે દાજી ગયેલી હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.ત્યાં બન્સ વોર્ડમાં એડમિટ કરવામાં આવી હતી અને ટૂંકી સારવાર દરમિયાન રાજકોટ સિવિલ ખાતે પાયલ નામની બાળકીનું મોત થયુ હતું. બનાવને પગલે રાજકોટ પોલીસ તરફથી મોરબી તાલુકા પોલીસમાં ઉપરોક્ત બનાવની જાણ કરવામાં આવી હતી.જેથી હાલ મોરબી તાલુકા પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
એસિડ પી જતા સારવારમાં
મોરબી નજીકના શનાળા ગામે રહેતા શંકરભાઈ ડામોર નામના ૨૦ વર્ષના યુવાને તા.૨૩-૪ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં તેના ઘરે કોઈ કારણોસર એસિડ પી લીધું હતું.જેથી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.ત્યાં પ્રાથમિક સારવાર આપીને રાબેતા મુજબ તેને રાજકોટ સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ઈમરજન્સી વોર્ડમાં હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યો હોય બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
રાજકોટ ખસેડાયા
મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તાર નજીક આવેલ યોગીનગરની ધાર પાસે રહેતા દક્ષાબેન પંકજભાઈ કુંવરિયા નામના ૩૬ વર્ષીય મહિલા કોઈ કારણોસર બીમારીને લગતી વધુ પડતી ગોળીઓ એકી સાથે ખાઈ ગયા હતા જેથી તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.બનાવની રાજકોટ ખાતેથી જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા બનાવ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.
મહિલા સારવારમાં
ધાંગધ્રા તાલુકાના વાઘગઢ ગામે હનુમાન મંદિર પાસે રહેતા ભાનુબેન રમેશભાઈ પટેલ (૫૩) નામના મહિલા વાડીએ જતા હતા ત્યારે બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતા જમણા હાથના ભાગે ફેક્ચર જેવી ઇજાઓ સાથે મોરબીની શિવમ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ સાંતોલા (૪૬) નામનો યુવાન મોટરસાયકલ લઈને ત્રાજપર ચોકડી બાજુ જતા હતા.ત્યારે જુના ઘુંટુ રોડ ઉપર બાઈક સ્લીપ થવાના બનાવમાં તેઓને ઇજા થતા અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
વૃદ્ધા સારવારમાં
મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિર પાસેથી બાઈકમાં બેસીને જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં લીલાવંતીબેન કેશવલાલ રાઠોડ (ઉમર ૮૨) રહે.લક્ષમણ પાર્ક શેરી નંબર-૩ કુવાડવા રોડ રાજકોટ ને ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા બનાવને પગલે બી ડિવિઝન પોલીસમાં જાણ થતા સ્ટાફ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના ઉંચી માંડલ નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં હાર્દિક જયંતીભાઈ વડગાસિયા (ઉમર ૨૮) રહે.વાંકળા તા.મોરબીને ઇજાઓ પહોંચતા તેને શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

