જમ્મુના આતંકી હુમલાના વિરોધમાં વાંકાનેરના લોકો પાકિસ્તાની ઝંડાને પગતળે કચડશે
SHARE








જમ્મુના આતંકી હુમલાના વિરોધમાં વાંકાનેરના લોકો પાકિસ્તાની ઝંડાને પગતળે કચડશે
જમ્મુના પહલગામમાં આંતકવાદી દ્વારા કરવામાં આવેલ હુમલાનો વિરોધ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે વાંકાનેરના રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા માર્કેટ ચોકમાં રોડ ઉપર પાકિસ્તાનનો ઝડાં બનાવવામાં આવેલ છે અને આંતકવાદીઓને પનાહ આપનારા પાકિસ્તાનના ઝંડાને લોકો પગ નીચે કચડે તે માટે રસ્તા ઉપર ઝંડો બનાવવામાં આવેલ છે.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં ફરવા ગયેલ પર્યટકો ઉપર આંતકવાદી હુમલો કરવામાં આવ્યો હતો અને લોકોને ગોળી મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા જેના વિરોધમાં સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી આંતકવાદને પનાહ આપનાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ દેવાની માંગ ઉઠી રહી છે ત્યારે વાંકાનેરમાં રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા શહેરના માર્કેટચોકમાં જાહેર રોડ ઉપર જ્યાં દિવસ દરમિયાન અનેક વાહનો તેમજ લોકો પગપાળા ચાલીને જતાં હોય છે ત્યારે પાકિસ્તાનનો ઝંડો બનાવવામાં આવેલ છે અને લોકો પાકિસ્તાનના ઝંડાને પગ નીચે કચડે તે માટે રોડ ઉપર આ ઝંડો બનાવવામાં આવેલ છે અને ત્યાં પાકિસ્તાન મૂર્દાબાદ લખવામાં આવેલ છે તેમજ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ દેવાની માંગ યુવાનો દ્વારા કરવામાં આવી છે આ તકે મહેશ પંડ્યા, મેહુલ ઠાકોર, શિવાજી રાજગોર, મયુર ઠાકોર, દિપક રાજગોર, હરેશ માણસુરીયા, હિરેન બરેડિયા, હિરેન પનારા, અજય પનારા સહિતના રાષ્ટ્રપ્રેમી યુવાનો હાજર રહ્યા હતા અને આંતકવાદી હુમલાનો વિરોધ કર્યો હતો

