મોરબીની વાવડી ચોકડીએ ટ્રક ચાલકે એક્ટિવાને હડફેટે લેતા ઇજા પામેલ યુવતીનો હાથ કાપવો પડ્યો: ગુનો નોંધાયો
SHARE









મોરબીની વાવડી ચોકડીએ ટ્રક ચાલકે એક્ટિવાને હડફેટે લેતા ઇજા પામેલ યુવતીનો હાથ કાપવો પડ્યો: ગુનો નોંધાયો
મોરબીની વાવડી ચોકડી પાસે થોડા દિવસો પહેલા ટ્રક ચાલકે એક્ટિવાને હડફેટે લીધું હતું જેથી કરીને યુવતી સહિત બે વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી જેમાં યુવતીના હાથ ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હોય તેના હાથમાં ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને કોણીથી નીચેનો હાથ કાપવો પડેલો છે આ બનાવમાં હાલમાં યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની નોંધ કરીને ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના નાની વાવડી ગામે ન્યુ ગાયત્રીનગરમાં રહેતા અને બ્યુટીપાર્લરનો ધંધો કરતા હર્ષ રાજેશભાઇ જાદવ (૨૦) એ સીટી એ ડીવીજન પોલીસ મથકે ટ્રક નંબર જીજે ૧૨ બીવાય ૧૧૯૪ ના ચાલકની સામે અકસ્માતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તારીખ ૨૨-૧૧ ના રોજ સાંજે આઠેક વાગ્યાના અરસામાં તેઓ એકટીવા નંબર જીજે ૩૬ કયું ૫૧૦૪ લઈને મોરબીની વાવડી ચોકડી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે પોતાનું વાહન બેફીકરાઈથી ચલાવીને તેઓના એક્ટિવાને હડફેટે લીધું હતું જેથી કરીને તેમને ડાબા પગના પોચામાં ઇજા થયેલ હતી અને પગમાં ફ્રેક્ચર થયું હતું જો કે, તેમની સાથે એકટીવા બેઠેલ હર્ષાબેન પડી જવાના કારણે તેણીના જમણા હાથ ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું અને તેણીને હાથમાં ગંભીર ઇજાઓ થવાના કારણે કોણીથી નીચેનો ભાગને કાપવો પડેલ છે ત્યારે સારવાર લીધા બાદ હર્ષ જાદવે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે અકસ્માત બાદ ઘટના સ્થળેથી નાસી છૂટેલા ટ્રક ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જયારે અકસ્માતનો બીજો બનાવ જલારામ મંદીરની પાસે અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર બન્યો હતો જે અંગે મૂળ નવસારીના રહેવાસી અને હાલમાં મોરબીમાં અભ્યાસ કરતા અને કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ વૈભવનગર સોસાયટીમાં કરૂણાસાગર એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૩૦૩ માં રહેતા નિલભાઈ પ્રાણજીવનભાઈ ભીમાણી જાતે પટેલ (૨૧) એ હાલમાં સીટી એ ડીવીજન પોલીસ મથકે આઇસર નંબર જીજે ૩ બીડબલ્યુ ૬૯૨૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે આઈસર ચાલકે ગફલતભરી રીતે પોતાનું વાહન ચલાવીને ફરિયાદી નિલ ભીમાણીના બજાજ પલ્સર વાહનને હડફેટે લીધુ હતુ અને ફરિયાદીના જમણા પેટની સાઈડમાં જોટો ફેરવી દેચા તેને કમરના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને અકસ્માત બાદ ઘટના સ્થળેથી આઇસરનો ચાલત નાસી છુટયો હતો હાલની નિલભાઇની ફરીયાદ ઉપરથી આઇસર ચાલકની સામે ગુનો નોંધીને એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી વાળાએ આગળની તપાસ હાથ ધરી છે.
દેશી દારૂની ભઠ્ઠી
ટંકારામાં ઉગમણા નાકા પાસે દલિતવાસમાં ઘરની અંદર દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રહેતા નીતિનભાઈ કરસનભાઈ સોલંકી (ઉંમર ૪૫) ના ઘરની અંદર રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હતી જેથી કરીને પોલીસે ત્યાંથી પાંચ લીટર દેશીદારૂ તેમજ દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો ૩૫૦ લિટર આથો અને અન્ય ભઠ્ઠીના સાધનો એમ કુલ મળીને ૩૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જોકે નિતિનભાઈ ઘરે હાજર ન હોવાથી નિતીન કરસનભાઈ સોલંકી સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.
