મોરબીમાં તા.૧ ડીસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ અનસંધાને આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન
SHARE







મોરબીમાં તા.૧ ડીસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ અનસંધાને આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર" પ્રેરીત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં તા.૧-૧૨ વિશ્વ એઈડ્સ દિવસને અનુસંધાને "એઈડ્સથી બચવા માટે પ્રચારનો કરો સંકલ્પ આ બીમારી સામે લડવાનો છે એક જ વિકલ્પ".સમાજમાં એઈડ્સ સામે જાગૃતિ લાવવાનો એક પ્રયાસ એટલે કે "જન જાગૃતિથી નવ જીવન" આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં કેટેગરી મુજબ આપેલ પ્રશ્નનો જવાબ વિડીયો બનાવીને છેલ્લી તા.૧-૧૨ રાત્રે ૯ સુધી એલ એમ.ભટ્ટ (મો.૯૦૯૯૦ ૮૬૩૮૬) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.૯૭૨૭૯ ૮૬૩૮૬) ઉપર મોકલી દેવાનું રહેશે.
કેટેગરી-૧ (ધો.૧ થી ૪) રોગ પ્રતિકારક શકિત વધારવા શું શું કરવું જોઈએ? કેટેગરી-૨ (ધો.૫ થી ૮) રોગ પ્રતિકારક શકિત જાળવવા માટે શું કરવું જોઈએ? કેટેગરી-૩ (ધો.૯ થી ૧૨) અસાધ્ય -કષ્ટસાધ્ય રોગોમાં દર્દી અને પરિવારની દશા અને વ્યથા જણાવો.કેટેગરી-૪ (ધો.કોલેજનાં વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા વાલીઓ) સારવારથી વધુ સારી છે કાળજી એ પણ ત્યારે કે જ્યારે બીમારી અસાધ્ય હોય.સમજાવતો વિડીઓ બનાવીને આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધામાં ભાગ લેતા બધા જ સ્પર્ધકોને પ્રમાણપત્રો તથા વિજેતાઓને પ્રમાણપત્રો આપવામાં આવશે.
