મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં કેન્દ્રીય મંત્રી, રાજ્ય મંત્રી, સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં સંવિધાન યાત્રા યોજાઈ


SHARE













મોરબીમાં કેન્દ્રીય મંત્રી, રાજ્ય મંત્રી, સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં સંવિધાન યાત્રા યોજાઈ

આજે સમગ્ર દેશની અંદર સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં નગરપાલિકા કચેરીથી દરવાજા સુધીની સંવિધાન યાત્રા યોજાઈ હતી જેમાં કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા તેમજ રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા સહિતના આગેવાનો જોડાયા હતા મોરબી જિલ્લામાં આજ રોજ કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાની હાજરીમાં સંવિધાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી શહેરમાં આવેલ નગરપાલિકા કચેરી પાસે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને ત્યાંથી સંવિધાન યાત્રા શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આ સંવિધાન યાત્રા મોરબીના નગર દરવાજા ચોકમાં પહોંચી હતી જ્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભાને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા, કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા સંબોધવામાં આવી હતી અને સંવિધાનને લોકો મહત્વ આપે તેમજ દરેક લોકોને સમાન હક મળે તે વાત ઉપર તમામ આગેવાનો દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો આ સંવિધાન યાત્રાની અંદર રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલ ઘોડાસરા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારિયા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, જયરાજસિંહ જાડેજા, સુરેશભાઇ દેસાઇ, હંસાબેન પારઘી, હીરાભાઈ ટમારિયા, રિશીપ કૈલા, ભાવેશભાઈ કંઝારિયા, મંજુલાબેન દેત્રોજા, નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે, નિરજભાઈ ભટ્ટ, ભાવિકભાઈ જારીયા, ભાનુબેન નગવાડિયા, હર્ષદભાઈ કંઝારિયા, ગિરિરાજસિંહ ઝાલા, જયંતિભાઈ વિડ્જા, કે.કે. પરમાર, ધર્મેન્દ્રભાઈ કંઝારીયા, શિવમ વિરમગામા, અશોકભાઇ દેસાઇ, મનુભાઈ સારેસા, ગૌતમભાઈ સોલંકી, સુરેશભાઇ સીરોહિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા




Latest News