મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૨૪ ગામની ૨૪ અધિકારીઓએ દ્વારા લેવામાં આવી આકસ્મિક મુલાકાત


SHARE













મોરબી જિલ્લાના ૨૪ ગામની ૨૪ અધિકારીઓએ દ્વારા લેવામાં આવી આકસ્મિક મુલાકાત

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ ગામની સવલતો અને ખૂટતી સુવિધાઓ સહિતની બાબતો અંગે અંગત રસ લઈ સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે જિલ્લાના ગામડાઓમાં વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુસર શનિવારે જિલ્લાના ૨૪ અધિકારીઓ દ્વારા ૨૪ ગામડાઓની મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત અન્વયે મોરબી તાલુકાના ૧૧, માળિયા તાલુકાના ૫, હળવદ તાલુકાના ૩, ટંકારા તાલુકાના ૩ અને વાંકાનેર તાલુકાના ૨ ગામ મળી કુલ ૨૪ ગામમાં અધિકારીઓ દ્વારા વિવિધલક્ષી તપાસ અને સમીક્ષા કરવામાં આવી છે. આ આકસ્મિક મુલાકાત અંતર્ગત અધિકારીઓએ ગામડાઓમાં પીએચસી/ સીએચસી/ સબ સેન્ટરની કામગીરી અને સ્ટાફની હાજરી, તલાટી અને ગ્રામ સેવકની કામગીરી અને હાજરી, ગામમાં પીવાના પાણી બાબતે ઉપલબ્ધ સુવિધાઓ અને પડતી મુશ્કેલી, ગામમાં ગૌશાળા હોય તો ગૌશાળા ગૌમાતા પોષણ યોજનાનો લાભ મેળવે છે કે કેમ ? તેમજ ગૌવંશની નિભાવ અંગેની વ્યવસ્થા તથા સફાઈ અને ઉપલબ્ધ સુવિધાઓ, ગામમાં મોડેલ ફાર્મ આવેલ હોય તો દરરોજ કેટલા લોકો તેની મુલાકાત લે છે ? મોડેલ ફાર્મની મુલાકાત લેનાર લોકોને મોડેલ ફાર્મ વિશે માહિતગાર કરવામાં આવે છે કે કેમ ? તથા મોડેલ ફાર્મના ખેડૂતને થતા લાભ સહિતની બાબતોની તલસ્પર્શી તપાસ કરવામાં આવી છે. તેમજ ખાસ કરીને સરકારીની વિવિધ યોજનાઓ અને લોક કલ્યાણકારી સેવાઓ ગામડા સુધી પહોંચે, રોડ-રસ્તા, આરોગ્યપ્રદ જીવનપ્રણાલી, પોષણયુક્ત ખોરાક, શિક્ષણ, સલામતી અને સુરક્ષા, પીવા અને સિંચાઈ માટેનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્ય વિસ્તાર માટે સુલભ બને તે બાબતો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.




Latest News