મોરબી જિલ્લાના ૨૪ ગામની ૨૪ અધિકારીઓએ દ્વારા લેવામાં આવી આકસ્મિક મુલાકાત
વાંકાનેર તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સો પાસા હેઠળ જેલ હવાલે
SHARE








વાંકાનેર તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સો પાસા હેઠળ જેલ હવાલે
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ દારૂના ગુનામાં પકડાયેલા શખ્સની પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી જેથી તેની અટકાયત કરીને આરોપીને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ગેરકાયદે પ્રવૃતિ કરતા અને અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ શખ્સ ઇમરાનભાઇ ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ પઠાણ (41) ૨હે, ચંદ્રપુર ગેલેક્સી સોસાયટી વાંકાનેર વાળાની પાસા દરખાસ્ત તૈયાર કરીને જીલ્લા મેજિસ્ટ્રેટન મોકલવી હતી જે પાસા દરખાસ્ત મંજુર કરવામાં આવેલ છે દરમ્યાન વાંકાનેર બાઉન્ટ્રી વિસ્તારમા સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલાને ખાનગી બાતમી મળેલ હતી કે, આ શખ્સ વાંકાનેર બાઉન્ટ્રીએથી નીકળનાર છે. જેથી ત્યાં વોચ રાખવામા આવી હતી ત્યારે ઇમરાનભાઇ ઉર્ફે ભુરો વાંકાનેર બાઉન્ટ્રી ચેક પોસ્ટ પાસેથી પસાર થતા તેની અટકાયત કરી હતી અને પાસા વોરંટની બજવણી કરી વડોદરા મધ્યસ્થ જેલમાં તેને મોકલી આપેલ છે. આ કામગીરી પીઆઇ ડી.વી.ખરાડીની સૂચના મુજબ ચમનભાઈ ચાવડા, કિર્તિસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, અશ્વિનકુમાર રંગાણી, સામતભાઈ છુછીયા, દિવ્યરાજસિંહ ઝાલા, બ્રીજેશભાઈ બોરીયા, રાજેશભાઈ પલાણી, શકતિસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

